For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો કાર્યક્રમ માત્ર સભા પુરતો સિમિત રહ્યો, વિધાનસભા ઘેરાવ કરવાનો પ્રયાસ નિષ્ફળ

કોંગ્રેસનો કાર્યક્રમ માત્ર સભા પુરતો સિમિત રહ્યો, વિધાનસભા ઘેરાવ કરવાનો પ્રયાસ નિષ્ફળ

|
Google Oneindia Gujarati News

ગુજરાત કૉંગ્રેસે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ યોજ્યો હતો. ખેડૂતોના પ્રશ્નો, મગફળી કૌભાંડ અને પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવોને પગલે વિધાનસભા ગૃહમાં ભાજપ સરકારને ઘેરવા કિસાન આક્રોશ રેલીનું આયોજન કર્યુ હતું. રાજ્યભરમાંથી ગાંધીનગરના સેક્ટર 7માં આવેલા સત્યાગ્રહ છાવણી મેદાનમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ સંમેલન યોજાયું હતું.

વિધાનસભા ફરતે ચુસ્ત પોલીસ બંધોબસ્ત

વિધાનસભા ફરતે ચુસ્ત પોલીસ બંધોબસ્ત

એક તરફ કોંગ્રેસ કિસાન આક્રોશ રેલી યોજીને સરકાર સામે રણશીંગું ફુકી રહી છે, ત્યારે, બીજી તરફ સરકારે આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ખડકી દીધો હતો. ગાંધીનગરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પોલીસ ખડકી દેવામાં આવી હતી. વિધાનસભા ગૃહ અને સચીવાલયમાં પોલીસનો ચાંપતો બંધોબસ્ત કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસની રેલીને પગલે થોડા જ સમયમાં પોલીસ અને કોંગ્રેસી નેતાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. પોલીસે કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોની અટકાયત કરવાની શરૂ કરી દીધી હતી. કોંગ્રેસ કાર્યકરો સાથેના ઘર્ષણ દરમિયાન પથ્થર મારાના બનાવો પણ નોંધાયા હતા. જેમાં 4 જેટલા પોલીસ કર્મચારી ઘવાયા હોવાના પણ સમાચાર મળ્યા છે. તો, અટકાયત કરાયેલ કૉંગ્રેસ કાર્યકર બેહોશ થયા હોવાનો પણ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

સરકાર સામે લોકોનો આક્રોશ વર્તાયો

સરકાર સામે લોકોનો આક્રોશ વર્તાયો

કૉંગ્રેસના આ કિસાન આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમમાં વ્યવસ્થાની ઉણપ વર્તાતી હોવાનું સ્પષ્ટ જોવા મળતું હતું. મંચ પર નેતાઓ ઠસ્સોઠસ્સ ભરાયેલા હતા જ્યારે, સામે પુરતી સુવિધા ન હોવાના કારણે લોકોએ સામે ખુરશીઓ ખાલી જોવા મળી હતી. પરંતું, કાર્યકરોનો ધસારો અને સરકાર સામેનો આક્રોશ સપષ્ટ જોવા મળતો હતો. સામે ખેડૂતોની સંખ્યા પાંખી જોવા મળી હતી. આ રેલીને અટકાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કાર્યક્રમનો ફિયાસ્કો થયાનો ભાજપનો દાવો

કાર્યક્રમનો ફિયાસ્કો થયાનો ભાજપનો દાવો

ભાજપે આ વિધાનસભા ઘેરાવ કાર્યક્રમને નિષ્ફળ રહ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ખેડૂતોના પડખે ઊભા રહી તેમની મદદ કરી છે. કોંગ્રેસને જો કોઈ પ્રશ્ન હોય તો તેણે વિધાનસભામાં સવાલ કરવા જોઈએ. મુદ્દાને યોગ્ય રીતે રજુ કરવો જોઈએ. કોંગ્રેસ તેવું કરવાને બદલે આ બાબતને રાજકીય પવન આપી રહી છે.

કૉંગ્રેસી ધારાસભ્યો સાથે પણ થઇ ઝપાઝપી

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસના ધારાસભ્યો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કૉંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર સાથે પોલીસ કર્મચારીઓની વિધાનસભામાં પ્રવેશ મુદ્દે ઘર્ષણ સર્જાયું હતું. વિધાનસભામાં પ્રવેશતા અટકાવતા MLA વિરજી ઠુમરે મહિલા પોલીસ કર્મી સાથે ધક્કામુકી પણ થઇ હતી. પોલીસ કર્મીઓ વિરજી ઠુમ્મરને અટકાવતા હતા તે દરમિયા ગાંધીનગરના મહિલા પીએસઆઈ વચ્ચે આવી ગયા હતા. તો અન્ય એક કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પણ પોલીસે અટકાવ્યા હતા. પોલીસ કર્મીઓએ તેમનું પર્સ ચેક કરીને અને આઇ કાર્ડ તપાસીને તેમને અંદર પ્રવેશવા દીધા હતા.

જો ઘરમાં ગરોળી જોવા મળે તો તમારી સાથે થઈ શકે આવું જો ઘરમાં ગરોળી જોવા મળે તો તમારી સાથે થઈ શકે આવું

English summary
congress hold vidhansabha gherav kisan aakrosh relly at gandhinagar, police and congress workers clashed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X