For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની યાત્રા: શંકરસિંહે કહ્યું ફેશન પરેડ,તો મોરારી બાપુએ કર્યો બચાવ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયરલેન્ડ અને અમેરિકાની વિદેશ યાત્રા પર જ્યાં ક્રોંગ્રેસ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. ત્યાં જ જાણીતા રામકથાકાર મોરારી બાપુએ નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો છે. અમેરિકામાં નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાને લઇને પહેલાથી ક્રોંગ્રેસ મોદી પર જૂઠ્ઠાણાનો આરોપ લગાવી ચૂકી છે. ક્રોંગ્રેસનું કહેવું છે મોદીની માતા લોકોના ઘરે કામ નહતી કરતી. વળી મોદી તેમની માતાને યાદ કરીને રડી પડ્યા હતા તે મામલે પણ ક્રોંગ્રેસ તેમનો વિરોધ કર્યો હતો.

ત્યાં જ હવે ગુજરાતના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાગેલા પણ મોદીની આ વિદેશ યાત્રા પર આકાર પ્રહારો કર્યા છે. શંકરસિંગ વાધેલાએ કહ્યું કે મોદી અમેરિકામાં ફેશન પરેડ કરવા ગયા હતા. અને તેમણે અમેરિકામાં 7 સ્ટાર દેખાડો જ કર્યો છે.

તો બીજી તરફ જાણીતા કથાકાર મોરારી બાપુ વિપક્ષને સંવેદનશીલ કહીને મોદીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે મોદી તેમની માં ને યાદ કરીને ભાવુક થઇ ગયા તેમાં શું ખોટું છે. ત્યારે મોદીની વિદેશ યાત્રા પર અત્યાર સુધી ક્રોંગ્રેસ શું શું બોલી ચૂક્યું છે અને કોણે કોણે મોદીનો બચાવ કર્યો છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

મોદી જૂઠ્ઠું બોલે છે!

મોદી જૂઠ્ઠું બોલે છે!

સૌથી પહેલા તો ક્રોંગ્રેસે મોદી પર જૂઠ્ઠાણાનો આરોપ લગાવ્યો. મોદીએ ફેસબુકના હેડક્વાટર ખાતે કહ્યું હતું કે તેમની માતા ગુજરાન ચલાવા માટે લોકોના ઘરના કામ કરતી હતી. ત્યારે ક્રોંગ્રેસે કહ્યું કે મોદીની માતા કદી પણ લોકોના ઘરના કામ કરીને પોતાનું ગુજરાન નથી ચલાવ્યું. મોદી જૂઠ્ઠું બોલી સાહનુભતિ મેળવી રહ્યા છે.

ક્રોંગ્રેસને હાથે કર્યા હૈયે વાગ્યો

ક્રોંગ્રેસને હાથે કર્યા હૈયે વાગ્યો

જો કે આ મામલે તેમની માતા સાથે રહેતા નરેન્દ્ર મોદીના મોટા ભાઇ પ્રહ્લાદ મોદી પણ નરેન્દ્ર મોદીની વાતને સપોર્ટ કર્યો ત્યારે ક્રોંગ્રેસ આ વાતે ચુપ્પી સાંધવી પડી.

શંકરસિંહ વાધેલાએ શું કહ્યું

શંકરસિંહ વાધેલાએ શું કહ્યું

તો શંકરસિંહ વાધેલા મોદીના સિલિકોન વેલીના પ્રવાસ પર ટિપ્પણી કરતા કહ્યું કે મોદી સિલિકોન વેલીમાં એક દિવસમાં 4 થી 5 જોડી કપડાં બદલતા હતા. જાણે કે મોદી અમેરિકામાં ફેશન પરેડ કરવા ગયા હોય. અબજોપતિઓ વચ્ચે મોદી 7 સ્ટારનો દેખાડો કરતા હતા.

શંકરસિંહ વાધેલા કહ્યું અશોભનીય

શંકરસિંહ વાધેલા કહ્યું અશોભનીય

ગુજરાતના ક્રોંગ્રેસના વિપક્ષ ખાતેના નેતા શંકરસિંહ વાધેલાએ વધુમાં કહ્યું કે મોદીની આવી ફેશન પરેડ તેમના વડાપ્રધાન પદને શોભે તેવી નથી. તેમની વાણી, વર્તન અને પહેરવેશે વડાપ્રધાનની ખુરશીને નાની બનાવી દીધી છે.

માંને યાદ કરી કોને આંસુ ના આવે!: મોરારી બાપુ

માંને યાદ કરી કોને આંસુ ના આવે!: મોરારી બાપુ

તો જાણીતા રામકથાકાર મોરારી બાપુએ મેધાલયમાં મોદીના બચાવમાં કહ્યું કે કોને પોતાની માને યાદ કરીને આંસુ ના આવે?

વિપક્ષમાં સંવેદના જ નથી રહી- મોરારી બાપુ

વિપક્ષમાં સંવેદના જ નથી રહી- મોરારી બાપુ

વધુમાં તેમણે વિપક્ષને આ મામલે ઝાટકણી નીકાળી. મોદી ફેસબુકના હેડક્વાટરમાં પોતાની માંને યાદ કરીને ભાવુક થઇ ગયા તેને મુદ્દો બનાવવું યોગ્ય નથી. વિપક્ષની સંવેદનાહીનતા માટે મોરારી બાપુએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

English summary
Congress Leader sankarsih vaghela and morari bapu statement about modi us trip
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X