• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'કોઇ ગાંધી વિચારને વરેલા આ ગાંધી માર્ગ છોડવાની વાત નહીં સાંખી લે'

|

નવસારી, 1 મેઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીની લડતમાં મહાત્મા ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે યોજેલી ઐતિહાસિક દાંડીકૂચના સમગ્ર માર્ગને દાંડી હેરિટેજ પ્રોજેક્ટ તરીકે વિકસાવવા વર્ષ 2005માં કેન્દ્રના વડા પ્રધાન ડો. મનમોહન સિંહે જે ઘોષણા કરી હતી તે ગાંધી માર્ગને છોડી દેવા માટે કેન્દ્રની સરકાર ઉપર ગંભીર પ્રશ્નાર્થ કર્યો છે અને જણાવ્યું છે કે, આઝાદીની લડતની ઐતિહાસિક ઘટનાઓની ધરોહરને ભૂલાવી દેવાના કેન્દ્ર સરકારના ઇરાદા ગમેતે હોય દેશની જનતા અને ગાંધીવાદી વિચારધારાને વરેલા કોઇ સાંખી લેશે નહીં.

સમરોહમા ઉપસ્થિત મેદનીને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, આ પહેલા જેટલી સરકાર આવી તેમણે ગુજરાત સ્થાપના દિવસને જોઇએ તેટલું મહત્વ આપ્યું નથી. આજે ગુજરાત સ્થાપના દિવસ છે અને અમારી સરકારે તેને મહત્વનું સ્થાન આપ્યું છે. ગુજરાતને અલગ રાજ્ય બનાવવામાં આવ્યા બાદ ઘણી સરકારો રચાઇ, પરંતુ તેઓએ ક્યારેય આ દિવસની ઉજવણી કરવા માટે મોકળુ મન રાખ્યું નહીં. તેઓએ ગુજરાત માટે જાન ન્યોછાવર કરનારા સપુતોને અને ઇન્દુ ચાચાના યોગદાનને યાદ કર્યા નથી. તેમને કેટલીક રાજકીય મર્યાદાઓ આવુ કરવા માટે રોકતી હતી, પરંતુ છેલ્લા એક દશકાથી લોકો પહેલી મેના રોજ મહાગુજરાત આંદોલન, શહિદો અને આ આંદોલનનું નેતૃત્વ કરનારાઓને યાદ કરે છે. જે લોકોને ગુજરાતમાં કંઇક કરવાની પ્રેરણા જગાવી જાય છે. લોકોમાં એવી લાગણી જન્મે છે કે મારે પણ ગુજરાત માટે કંઇક કરવું જોઇએ.

ગુજરાત ગૌરવ દિવસની રાજયકક્ષાની ઉજવણીમાં નવસારી જિલ્લાની જનતાના ઉત્સવ ઉમંગમાં સહભાગી બનવા આવેલા મોદીએ ઉજવણીનો પ્રાંરભ દરિયાકાંઠે દાંડીના ઐતિહાસિક ગાંધી સ્મારકની પૂનિત ભૂમિ ઉપરથી કર્યો હતો. જે સ્થળે દાંડીમાં મીઠાના સત્યાગ્રહ માટે મહાત્મા ગાંધીબાપુ રોકાયેલા ઐતિહાસિક સૈફી વિલામાં ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરી સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.

દાંડીકૂટના મૂળ માર્ગનો સમાવેશ કરીને દાંડી-સત્યાગ્રહની 75મી જયંતીએ કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રીએ રૂ 2500 કરોડના દાંડી હેરિટેજ પ્રોજેક્ટ હાથ ધરવાની જાહેરાત વર્ષ 2005માં કરી હતી, તે સમયે આ 75મી જયંતીમાં આવેલા તમામ મહાનુભાવોને ગુજરાત સરકારે આવકાર્યા હતા અને દાંડી હેરિટેજ પ્રોજેક્ટની જાહેરાતને વધાવી લીધી હતી, પરંતુ અત્યાર સુધી સાત વર્ષ વીત્યા છતાં વિશેષ પ્રગતિ આ પ્રોજેક્ટમાં થઇ નથી અને હવે કેન્દ્ર સરકાર નાણાકીય સંસાધનોના અભાવનું આગળ ધરીને, ગાંધીજી સાબરમતી આશ્રમથી દાંડી સુધી જે દાંડીકૂચના ઐતિહાસિક માર્ગે સત્યાગ્રહીઓ સાથે પહોંચ્યા હતા તે દાંડી માર્ગને છોડીને અન્ય હયાત માર્ગોનો સમાવેશ કરવા રાજ્ય સરકાર પાસે સંમતિ માગે છે, પણ ગુજરાત કોઇ સંજોગોમાં દાંડીકૂચના ઐતિહાસિક ગાંધીમાર્ગને છોડવા તૈયાર નથી.

શુ આપણે આપણી ઐતિહાસિક આઝાદીની સત્યાગ્રહ લડતનું નેતૃત્વ કરનારા મહાત્મા ગાંધીજીના માર્ગની ધરોહરથી ચલિત થઇ શકીએ ખરા એવો વેધક પ્રશ્ન આપણે ગાંધી વિચાર ધારાને વરેલા સહુ કોઇને પૂછ્યો હતો અને કેન્દ્ર સરકારને દાંડીની આ ઐતિહાસિક ભૂમિ ઉપરથી લલકાર કર્યો હતો કે દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર ગુજરાતના ગાંધીમાર્ગથી જ નહીં પણ ગાંધી વિચારધારના રસ્તેથી ચલિત થઇ ગયેલી છે. ભારતના સ્વાભિમાનથી ખમીરવંતી દેશની જનતા આ વાત સાંખી લેશે નહીં એવી ચેતવણી તેમણે આપી હતી.

English summary
Congress leaders have never walked on Gandhiji’s path but now they are forcing Gandhi ji to change his path: Modi at Dandi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X