For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલાયન્સ સામે કૉંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર ગાંધીગીરી પર ઉતર્યા

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સ સામે છેલ્લા ત્રણ મહિનાથી અમરેલીના રાજુલામાં ચાલી રહેલું આંદોલન હવે ગાંધીનગર પહોંચ્યું છે.

|
Google Oneindia Gujarati News

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સ સામે છેલ્લા ત્રણ મહિનાથી અમરેલીના રાજુલામાં ચાલી રહેલું આંદોલન હવે ગાંધીનગર પહોંચ્યું છે. રિલાયન્સ દ્વારા કોન્ટ્રાક્ટર અને સપ્લાયર્સને ચૂકવવા પાત્ર કરોડો રૂપિયાની રકમ પૈસા નથી તેવું કારણ આપી ચુકવવામાં નહીં આવતા આજરોજ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ પર ઉતર્યા હતા.

પીપાવાવ પોર્ટ ખરીદ્યા બાદ રિલાયન્સ ડિફેન્સ દ્વારા સંરક્ષણના સાધનો બનાવવાનું શરૂ કર્યું હતું. આ કામ માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટા કોન્ટ્રાક્ટ પણ મળ્યા છે. આમ છતાં ગુજરાત અને ગુજરાત બહારના કોન્ટ્રાક્ટર અને સપ્લાયરના કરોડો રૂપિયાના બિલ ચુકવવામાં આવતા નથી. આ મુદ્દે ત્રણ મહિનાથી રાજુલા ખાતે આંદોલન ચલાવી રહ્યા હતા. પણ આ મુદ્દે કોઈ કાર્યવાહી નહીં થતા હવે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર 200 લોકો સાથે ગાંધીનગર ખાતે ઉપવાસ ઉપર ઉતર્યા છે.

કૉંગ્રેસના કાર્યકરો ઉમટ્યા સમર્થનમાં

કૉંગ્રેસના કાર્યકરો ઉમટ્યા સમર્થનમાં

રિલાયન્સ દ્વારા કામદારો અને કોન્ટ્રાક્ટરોના થતાં શોષણ સામે કૉંગ્રેસના ધારાસભ્યે ગાંધીગીરી પર ઉતરી આવતાં કૉંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. કૉંગ્રેસના કાર્યકરો સમર્થન આપવા સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટ્યા હતા. જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કૉંગ્રેસના કાર્યકરોને ધારાસભ્યના સમર્થનમાં ઉમટી સહકાર આપવા અપીલ કરી હતી.

50 દિવસથી ચાલી રહ્યા છે ધરણાં

50 દિવસથી ચાલી રહ્યા છે ધરણાં

અમરેલીના રાજુલા ખાતે છેલ્લા પચાસ દિવસથી રિલાયન્સ સામે ધરણાં આંદોલન ચાલી રહ્યા છે. સામાજિક કાર્યકર અને યુવા નેતા પ્રવિણ રામના નેતૃત્વમાં ધરણાં ચાલી રહ્યા છે. પરંતું, તેમના અવાજને સરકારે અને રિલાયન્સ કંપની દ્વારા ધ્યાને ન લેવાતાં આખરે ગાંધીગીરી માટે ગાંધીનગર ઉતર્યા હતા.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

રાજુલામાં આવેલી અનિલ અંબાણીની રિલાયન્સ નેવલ કંપની કામદારો, નાના કોન્ટ્રાક્ટરો અને નાના વેપારીઓના 100 કરોડથી વધુ નાણાંનું ઘણાં વર્ષોથી ચુકવણું કરતી નથી. કંપનીના આ શોષણ સામે વેપારીઓ, કામદારો અને કોન્ટ્રાક્ટરો લડત આપી રહ્યા છે. જેમાં, ધારાસભ્ય અંબરીશ ડેર અને સાંસદ નારણ કાછડીયા પણ જોડાયા હતા.

ધરણાં માટે એક દિવસની મળી પરમીશન

ધરણાં માટે એક દિવસની મળી પરમીશન

ધારાસભ્ય અમરિશ ડેરે ધરણાં કરવા માટે તંત્ર સમક્ષ બે દિવસની પરવાનગી માંગી હતી. પરંતું, પોલીસ તંત્ર દ્વારા એક દિવસની પરવાનગી આપવામાં આવી હતી. કૉંગ્રેસે સરકાર સામે ચૂંટાયેલા પ્રતિનિધિનો અવાજ દબાવી દેવામાં આવતો હોવાનો તંત્ર સામે આક્ષેપ કર્યો હતો.

English summary
Congress MLA Ambrish Der picketing at Gandhinagar for Reliance's exploitation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X