રાજ્યસભાની સીટ બચાવવા કોંગ્રેસે ધારાસભ્યોને મોકલ્યા બેંગલુરુ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત કોંગ્રેસના 6 ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી વધુ ધારાસભ્યો રાજીનામાં ના આવે તે માટે કરીને કોંગ્રેસે તેના 45 ધારાસભ્યોને બેંગલુરું મોકલી દીધા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તેવા અહેમદ પટેલને રાજ્યસભામાં જીતાવા માટે 47 મતની જરૂર છે. કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની હાર પોસાય તેમ નથી કારણ કે આ હાર ભાજપ માટે મોટી જીત સાબિત થશે. અહેમદ પટેલને હરાવા માટે કોંગ્રેસના પૂર્વ દંડક બાળદેવસિંહ રાજપૂતને ભાજપ તરફથી ઊભા રાખવામાં આવ્યા છે. અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ક્રોસ વોટિંગ કરવાથી કોઈ પણ પ્રકારની સજાની જોગવાઈ નહિ હોવાની વાત કરી હતી. રાજ્યક્ષના મંત્રી દ્વારા આવી વાત કરીને ક્રોસ વોટિંગ કરવા માટે પ્રોહત્સાહન આપતા હોય તેમ લાગી રહ્યું હતું.

congress

ઉલ્લેખનીય છે કે રાષ્ટપતિની ચૂંટણી સમયે 11 કોંગ્રેસ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. જેનું રાજ્યસભાની ચૂંટણી સમયે પુનરાવર્તન થવાની પુરી શક્યતા હતી સાથે જ કોંગ્રેસના 6 ધારાસભ્યોના છેલ્લા બે દિવસમાં રાજીનામાં આપ્યા છે. આ અંગે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ આ સમગ્ર મામલે પ્રેસકોનફેરેન્સ કરીને જણાવ્યું હતું. સાથે જ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ ડીએસપીએ અમારા ધારાસભ્યોને ધામકાવીને ભાજપમાં ભળી જાવા માટે દબાણ કરવામાં આવે છે તેવી વાત પણ બહાર આવી છે. વધુમાં કોંગ્રેસે જણાવ્યું કે 13 ધારાસભ્યોને ભાજપ 10 કરોડ રૂપિયા અને ટિકિટની ઓફર કરી છે પણ અમારા આ ધારાસભ્યોએ માંગને ઠુકરાવી દીધી હતી. અમિત શાહ પોતે રાજસભાના ઉમેદવાર છે ત્યારે આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપનીએ જનતાને જવાબ આપવો જોઈએ. અને ચૂંટણી અયોગે આ મામલે અપરાધિક કેસ દાખલ કરવો જોઈએ

English summary
Several Congress MLAs from Gujarat have arrived at Bengaluru and are parked at a resort amidst a huge exodus.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.