For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૉંગ્રેસના સંગઠનને સક્રિય કરવા પ્રદેશ પ્રમુખે જિલ્લાના આગેવાનોના લીધા ક્લાસ

લોકસભાની ચૂંટણી આડે હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે, ભાજપ અને કૉંગ્રેસ સહિતના રાજકિય પક્ષોમાં ધમધમાટ વધી ગયો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભાની ચૂંટણી આડે હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે, ભાજપ અને કૉંગ્રેસ સહિતના રાજકિય પક્ષોમાં ધમધમાટ વધી ગયો છે. ભાજપે ગુજરાતમાં લોકસભા કમિટીની રચના પણ કરી નાખી છે. ત્યારે, હવે કૉંગ્રેસમાં પણ બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય ખાતે ગુરુવારે તેને લઇને બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની અધ્યક્ષતામાં દિવસભર રાજ્યના તમામ જિલ્લાઓના આગેવાનો સાથે વન ટુ વન બેઠકોનો દોર ચાલ્યો હતો.

રાજ્યભરમાં જનમિત્રની નિમણૂંક

રાજ્યભરમાં જનમિત્રની નિમણૂંક

કૉંગ્રેસ અધ્યક્ષ સાથેની બેઠકમાં જિલ્લા ભરના આગેવાનો સાથેના સંવાદમાં ખાસ કરીને જનમિત્રની નિમણૂંક અંગેનો મુદ્દો બહાર આવ્યો હતો. રાજ્યમાં હજુ માંડ 30 ટકા જેટલા જનમિત્રોની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે, બાકી 70 ટકા જેટલી નિમણૂંકની કામગીરી જલ્દી આટોપી લેવા સૂચના આપવામાં આવી હતી. પરંતું, જિલ્લાના આગેવાનોએ જનમિત્ર બનવા કોઇ રાજી ન હોવાનો સૂર પણ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક સંગઠનમાં ફેરફાર

સ્થાનિક સંગઠનમાં ફેરફાર

પ્રદેશ અને જિલ્લા તાલુકાના સંગઠનમાં હવે ટૂંક સમયમાં બદલાવ આવી શકે છે. સંગઠનની પુનઃ રચના કરવાની કામગીરી કરવા અને સક્રિય કરવા પણ પ્રદેશકક્ષાથી ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ- ઉપ પ્રમુખોના રોટેશન મુજબ બદલવા હોવાથી તે અંગે પણ દરેક જિલ્લા કક્ષાથી અહેવાલ મેળવાયા હતા. જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપ પ્રમુખ તેમજ અન્ય પદો પર કોઇ ગરબડ ન થાય તેનું ધ્યાન રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી.

જિલ્લાના આગેવાનો સાથે વન ટુ વન બેઠકો

જિલ્લાના આગેવાનો સાથે વન ટુ વન બેઠકો

કૉંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર મળેલી વન ટુ વન બેઠકોમાં સંગઠનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના આગેવાનોએ સંગઠનમાં કેવા પ્રકારના ફેરફાર કરવા જોઇએ તેમજ ખામીઓ દુર કરવા અંગે સૂચન પણ આપવામાં આવ્યા હતા. સ્થાનિક સ્તરે જ્ઞાતિ ફેક્ટરને ધ્યાનમાં રાખીને નિમણૂંક કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.

જિલ્લા તાલુકાના પ્રમુખોની પસંદગીમાં ધ્યાન રખાશે

જિલ્લા તાલુકાના પ્રમુખોની પસંદગીમાં ધ્યાન રખાશે

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની અઢી વર્ષની મુદ્દત પુર્ણ થઇ ગઇ છે. રોટેશન પ્રમાણે હવે ફરીથી પ્રમુખ- ઉપ પ્રમુખોની ચૂંટણી કરવાની થશે. રાજ્યમાં ખાસ કરીને જિલ્લા તાલુકા પંચાયતોમાં કૉંગ્રેસનો કબજો છે. ત્યારે, સ્થાનિક સ્તરે તાલુકા જિલ્લામાં પ્રમુખ ઉપ પ્રમુખની પસંદગીમાં કોઇ ગરબડ ન થાય તેમજ જો કંઇ થાય તો, તેનું સ્થાનિક કક્ષાએ જલ્દી ડેમેજ કંટ્રોલ કરવા ભલામણ કરવામાં આવી હતી.

સંગઠનમાં પણ થશે બદલાવ

સંગઠનમાં પણ થશે બદલાવ

કૉંગ્રેસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ નવો સંચાર થયો છે. હાર મળી હોવા છતાં કૉંગ્રેસનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેના કારણે, હાલમાં કોંગ્રેસ લોકસભામાં પોતાનો દેખાવ મજબુત કરવા પ્રયાસ કરી રહ્યું છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી કૉંગ્રેસના માળખાને ફરીથી બેઠુ કરવાના પ્રયાસમાં લાગી ગયા છે. ત્યારે, હવે ટૂંક સમયમાં કૉંગ્રેસ સંગઠનનું નવું માળખું પણ રચાઇ નવા ચહેરાને સ્થાન મળે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

ભાજપમાં પણ બેઠકોનો ધમધમાટ

ભાજપમાં પણ બેઠકોનો ધમધમાટ

તો બીજી તરફ ભાજપમાં પણ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તાજેતરમાં મળેસી ભાજપ કૉર કમિટીની બેઠકમાં ચૂંટણીલક્ષી રણનીતિની પણ ચર્ચા કરવામાં આવી હતી.

English summary
GPCC president Amit chavda chaired meetings with district leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X