For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીજીએ ડાકોરમાં ધ્વજા ચડાવી કર્યા મોદી પર પ્રહાર

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ડાકોરમાં પ્રસિદ્ધ રણછોડજીના દર્શન કરીને જનસભાને સંબોધી. સાથે જ હોટલ પર ચાની ચુસ્કી પણ માણી. રાહુલ ગાંધીના ડાકોર મુલાકાત અંગે વધુ જાણો અહીં

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની બીજી તબક્કાની ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ પણ તેની તરફથી ગુજરાતમાં જીતવા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ માટે જ હાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે રવિવારે રાહુલ ગાંધીએ પ્રસિદ્ધ ડાકોર મંદિરની મુલાકાત લીધી હતી. અને ત્યાં તેમણે મંદિરમાં ધ્વજા ચઢાવી પૂજા કરી હતી. સાથે જ રાહુલ ગાંધીએ તેમના અધિકૃત ટ્વિટર પરથી ગુજરાતના પ્રથમ તબક્કાના મતદાન વખતે લોકોને તેમનો બહુમુલ્ય મત કોંગ્રેસને આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ડાકોરમાં દર્શન પછી શામળાજીમાં પણ દર્શન કરવાના છે. તે પછી દયોદર અને કલોલ ખાતે તે જનસભા યોજશે.

Rahul Gandhi

ઉલ્લેખનીય છે કે શનિવારે રાહુલ ગાંધીએ વડનગર ખાતે પણ જનસભા કરી હતી. જેમાં જીજ્ઞેશ મેવાણી પણ હાજર રહ્યા હતા. વધુમાં આ ડાકોર ખાતેની તેમની જનસભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી દેશના વડાપ્રધાન છે. તેમના માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યા વગર પ્રેમથી મીઠા બોલ બોલીને તેમને ભગાવો અહીં.

સાથે જ નોટબંધી પર બોલતા રાહુલે કહ્યું કે નોટબંધીથી તમામ ચોરોના કાળા નાણાં સફેદ થઇ ગયા. વધુમાં રાહુલ ગાંધી કહ્યું કે હવે નરેન્દ્ર મોદીના ભાષણમાં ના તો ભષ્ટ્રાચારની વાત હોય છે, ના તો કોઇ રોજગારીની તે હવે 90 ટકા પોતાની જ વાતો કરે રાખે છે. સાથે જ ડાકોરની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ એક સામાન્ય હોટલમાં જઇને ચાની પણ મજા માણી હતી. અને લોકો જોડે ફોટો પડાવ્યો હતો.

English summary
Congress Vice President Rahul Gandhi addresses a public rally in Kheda's Dakor.Rahul also visited Shree Ranchhodji Temple in Kheda's Dakor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X