કોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકીની સમગ્ર રાજકીય સફર વિશે જાણો
Congress's Madhav Singh Solanki political profile in hindi, અમદાવાદઃ દિગ્ગજ કોંગ્રેસ નેતા માધવ સિંહ સોલંકી હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ 94 વર્ષના હતા. તે કોંગ્રેસના એવા નેતા હતા જેઓ 4 વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો જન્મ કોળી પરિવારમાં થયો હતો. તેઓ 30 જુલાઈ, 1927ના રોજ જન્મ્યા હતા. તેમણે ખામની રણનીતિ બનાવીને રાજકારણની નવી રીતથી ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં પોતાની પાર્ટી કોંગ્રેસને સત્તામાં લાવતા રહ્યા. માધવસિંહ સોલંકીએ રાજ્યના રાજકારણમાં પોતાની અમિટ છાપ છોડી એટલુ જ નહિ પરંતુ ભારત સરકારમાં વિદેશ મંત્રી બનીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નામ કમાયુ. આવો નજર કરીએ તેમના જીવન પર -

રાજકારણમાં 'ખામ'ના પાયા નાખ્યા
રાજકારણમાં તેમણે 'ખામ'ના ઝંડા નાખ્યા. વર્ષ 1985માં તેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ ખામ(ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) કાર્ડ ખેલ્યુ, જેના દ્વારા વિધાનસભા ચૂંટણીમાં 182માંતી 149 પર જીત મેળવી. ત્યારે ભાજપને માત્ર 9 સીટો મળી હતી. ત્યારબાદ પાર્ટીએ ઘણી વાર ભાજપની રાહમાં અડચણો નાખી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી આવી તો કોંગ્રેસ પોતાની જૂની ખામ ફેક્ટર ચલાવવાના મૂડમાં દેખાઈ. જો કે અમુક ચૂંટણીઓમાં પાર્ટીએ મુસ્લિમોને ગૌણ રાખીને ક્ષત્રિય, હરિજન, આદિવાસી સાથે ઓબીસી અને પટેલોી તરફ ઝૂકાવ રાખ્યો. માધવસિંહ સોલંકી માનતા હતા કે ખામ વિના રસ્તો સરળ નથી.

વિવાદોથી ગભરાતા નહોતા
માધવસિંહ સોલંકીના રાજકીય સફરમાં ઘણા વિવાદો રહ્યા. ભાજપીઓ તેમને વિવાદોને આમંત્રણ આપતા નેતા કહેતા. વર્ષ 1981માં જ્યારે તેમણે ગુજરાતમાં વિશેષ અનામત લાગુ કર્યુ ત્યારે તેમના આ પગલાથી રાજકારણમાં હોબાલો મચી ગયો. સોલંકીએ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામત લાગુ કરી હતી. પરંતુ તેમને ભેદભાવના આરોપોનો સામનો કરવો પડ્યો. તેમના વિરોધમાં હુલ્લડ ફાટી નીકળ્યા. જેના કારણે 100થી વધુ લોકોના જીવ જતા રહ્યા. આ જ કારણ રહ્યુ કે તેમણે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન 1985માં પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. આ ઉપરાંત પણ તેમણે ઘણા એવા પગલાં લીધે હોબાળો થયો હતો.

બોફોર્સ તેમના સમયનો મુદ્દો
દેશમાં બોફોર્સ તોપ લાવવા પર એક દોરમાં ઘણો હોબાળો થયો હતો. ત્યારે સોલંકી નરસિંહ રાવ સરકારમાં વિદેશ મંત્રી હતા. વિદેશમાં રહીને પણ તેમણે દાવોસમાં સ્વિસ વિદેશ મંત્રીને કહી દીધુ કે બોફોર્સ કેસ રાજનીતિથી પ્રેરિત છે. આના પર વિવાદ એટલો થયો કે સોલંકીએ વિદેશ મંત્રીના પદેથી રાજીનામુ આપવુ પડ્યુ. ભાજપ આ બોફોર્સ તોપના મુદ્દાને બહુ ઉછાળ્યો. જો કે સોલંકી પોતાની ખાસ પ્રકારની રાજનીતિ માટે જાણીતા હતા.

આ રીતે બન્યા હતા મુખ્યમંત્રી
માધવસિંહ સોલંકીએ સૌથી પહેલા 24 ડિસેમ્બર 1976ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીનુ પદ સંભાળ્યુ હતુ. ત્યારબાદ વર્ષ 1980માં જનતા પાર્ટીની સરકાર ગગડી પડતા તે ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 1989માં પણ તે સત્તામાં આવ્યા. જો કે બસ થોડા જ મહિના માટે. તે રાજ્યના એવા નેતા રહ્યા જેમને ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસલમાનોનુ સારુ સમર્થન મળ્યુ. માધવસિંહ સોલંકી બાદ તેમના દીકરા ભરતસિંહ સોલંકીએ પણ રાજનીતિમાં સારી પઝિશન મેળવી. તેઓ મનમોહ સરકારમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. ફરીથી 2015માં તેમણે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદને સંભાળ્યુ.