ગુજરાતમાં ભાજપને રોકવા માટે કોંગ્રેસની નવી રણનીતિ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમદાવાદ, 24 માર્ચ: કોંગ્રેસે ભાજપને ગુજરાતમાં બધી લોકસભા સીટો પર જીત મેળવતા અટકાવવા માટે રાજ્યના મધ્ય તથા જનજાતિય વિસ્તારોમાં પોતાના ગઢો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે. એવામાં ભાજપે રાજ્યની બધી 26 સીટો પર જીત પ્રાપ્ત કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. જો કે ભાજપની વિધાનસભા ચૂંટણીમાં અહીં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ 2004 અને 2009 લોકસભા ચૂંટણીમાં તેનું પ્રદર્શન સરેરાશ હતું.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે એવો માહોલ તૈયાર કરવામાં આવે છે કે દેશમાં મોદીની લહેર છે, પરંતુ અમે નક્કીક કર્યું છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો એવા ન આવે જેમ કે તેના વિશે ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે.

modi-congress

તેમણે કહ્યું હતું કે અમે લોકો ગત વખતે જેટલી સીટો જીત્યા હતા તેના કરતાં એક બે સીટો વધુ જીતીશું. કોંગ્રેસે 2009 લોકસભા ચૂંટણીમાં 26માંથી 11 સીટો પર જીત મેળવી હતી જ્યારે 2014માં તેને 12 સીટો પર કબજો કર્યો હતો. કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં કેટલાક સીટો ઉપરાંત મધ્ય ગુજરાતમાં ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં પાર્ટીને જીતનો પુરો વિશ્વાસ છે.

English summary
The Congress has decided to focus on its strongholds in Gujarat – the central and the tribal belt in the Lok Sabha polls, to deny BJP’s prime ministerial nominee Narendra Modi a clean sweep in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X