For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ હેરાલ્ડ કેસઃ રાહુલ ગાંધીની પૂછપરછ મુદ્દે કોંગ્રેસના GMDC ખાતે ધરણાં પ્રદર્શન

નેશનલ હેરાલ્ડ કેસઃ રાહુલ ગાંધીની પૂછપરછ મુદ્દે કોંગ્રેસના GMDC ખાતે ધરણાં પ્રદર્શન

By Desk
|
Google Oneindia Gujarati News

કેન્દ્રિય એન્ફોર્સમનેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને સમન કરીને પુછપરછ માટે બોલાવ્યા છે. જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્ર વ્યાપી ધરણાં અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો છે. 13 જૂન સોમવારના રોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઇડીની ઓફીસ પહોંચશે. આ સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પણ સામેલ થશે.

rahul gandhi

રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થશે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ કેન્દ્રીય નેતાઓ પણ તેમની સાથે જોડાશે અને સત્યાગ્રહ કરશે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર બંધારણીય સંસ્થાઓનો દુરપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સરકારની તાનાશાહી ગણાવી તેની સામે આંદોલન કરવાની અને ધરણાં પ્રદર્શન યોજવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી પર કરવામાં આવેલ ખોટા કેસના વિરોધમાં રાષ્ટ્ર વ્યાપી ધરણાં કાર્યક્રમ આપવામાં આવનાર છે, જે ગુજરાતમાં જીએમડીસી ખાતે યોજાશે

ગુજરાતમાં પણ અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સવારે 9 કલાકે ધરણાં કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઇ અને મહિલા કોંગ્રસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.

English summary
Congress will demonstrate at the GMDC ground
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X