For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ આપશે યુવાનોને રોજગારી ભથ્થુ અને સ્માર્ટ ફોન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપની યુવાનોને ટેબલેટ આપવાની જાહેરાત સામે કોંગ્રેસે પણ સ્માર્ટ ફોન આપવાની જાહેરાત કરી છે.

By Oneindia
|
Google Oneindia Gujarati News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવાનો માટે મોટી જાહેરાત કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોને કોંગ્રેસની સરકાર બનશે તો સ્માર્ટ ફોન આપવામાં આવશે. તેમજ યુવા રોજગાર ભથ્થાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમારી સરકાર બની તો અમે પોસ્ટ ગ્રેજ્યુએટ બેરોજગારોને મહિને 4 હજાર રૂપિયા, ગ્રેજ્યુએટને 3500 રૂપિયા અને ધોરણ 12 પાસને 3 હજાર રૂપિયા રોજગારી ભથ્થું આપીશું.

congress

નોંધનીય છે કે, ભાજપની વિજય રૂપાણી સરકાર યુવાનોને આકર્ષવા માટે નવા ટેબલેટ આપી રહી છે. ત્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીની નજર યુવા મતદારો પર છે. માટે બંને યુવા મતદારોને આકર્ષવા માટે અવનવી યોજનાઓ લોન્ચ કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને મંગળવારે ગુજરાત કોંગ્રેસે બેરોજગારો માટે રોજગાર ભથ્થા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

English summary
Congress will give employment welfare and smart phones to youth, Read more details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X