મોંઘવારીના વિરોધમાં શુક્રવારે કોંગ્રેસ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજશે!
દેશભરમાં મોંઘવારીએ માઝા મુકી દીધી છે અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ,પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GST ના કારણે તેના ભાવમાં અસહ્ય વધારો થવાથી પ્રજાજનો પર મોંઘવારીનો ભારે બોજ આવ્યો છે.
દેશભરમાં મોંઘવારીએ માઝા મુકી દીધી છે અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, મધ, ગોળ,પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર GST ના કારણે તેના ભાવમાં અસહ્ય વધારો થવાથી પ્રજાજનો પર મોંઘવારીનો ભારે બોજ આવ્યો છે. ત્યારે, ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય વ્યાપી ધરણાં કાર્યક્રમ આપવામાં આવશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે. દેશમાં ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે સતત વધતી બેરોજગારી, મોંઘવારી, તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં બેફામ ભાવ વધારાને પગલે પીડાતી પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા સમગ્ર રાજ્યમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસ પક્ષ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાશે.
ભાજપ સરકારની અવિચારી, વિવાદાસ્પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની આકાંક્ષાઓને પણ નષ્ટ કરી રહી છે. હાલમાં સંસદના ચાલુ સત્રમાં સંસદ અને સંસદની બહાર પણ કોંગ્રેસ પક્ષ આ મુદ્દે આક્રમક વલણ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુજરાતના ૩૩ જીલ્લા, ૮ મહાનગરપાલિકા, ૧૫૭ નગરપાલિકામાં તારીખ ૫મી ઓગસ્ટ, ૨૦૨૨ ને શુકવારના રોજ મોંઘવારી અને બેરોજગારી સામે પ્રચંડ વિરોધ પ્રદર્શનનો અને સામુહિક ધરપકડનો કાર્યકમ યોજાશે.












Click it and Unblock the Notifications
