For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન, 14-29 નવેમ્બર સુધી ચાલશે અભિયાન

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી ઉગ્ર આંદોલન કરશે. કોંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલે શનિવારના રોજ આ અંગે જણાવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી ઉગ્ર આંદોલન કરશે. કોંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલે શનિવારના રોજ (23 ઓક્ટોબર) જણાવ્યું હતું કે, અમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સામે ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ, 14 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી અમે સરકાર વિરુદ્ધ મોટા પાયે અભિયાન ચલાવીશું. 14 થી 29 નવેમ્બર સુધી કોંગ્રેસના નેતાઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં પદયાત્રા કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

કોંગ્રેસ

કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, આ 15 દિવસો દરમિયાન એક અઠવાડિયામાં સમગ્ર કોંગ્રેસ સમિતિઓ પણ દેશભરમાં પોતપોતાના વિસ્તારોમાં 'પદયાત્રા' કરશે. જે દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પી ચિદમ્બરમે જણાવ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) ના સૂચન મુજબ ટેક્સ ઘટાડવો જોઈએ.

RBIએ સરકારને કર્યું ભાવ ઘટાડવાનું સૂચન

RBIએ સરકારને કર્યું ભાવ ઘટાડવાનું સૂચન

ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે ચૈન્નાઈમાં જણાવ્યું હતું કે, "તે માત્ર સરકારનો લોભ છે, જેમણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આટલો વધારો કર્યો છે.

તેથી જ RBIકહે છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા પર આટલો ભાર છે. RBI સરકારને કહી રહી છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે વધારો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે વધારો

ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ (23 ઓક્ટોબર) દેશભરમાં સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

શનિવારના રોજ પેટ્રોલનઅને ડીઝલમાં 0.35 રૂપિયાનો વધારો થયો હતો.

રવિવારના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસેનવધારો થયો છે.

આજે પેટ્રોલની કિંમતમાં 30 થી 35 પૈસાનો વધારો થયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં 34 થી 38 પૈસાનો વધારો થયો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 106.89 રૂપિયા પ્રતિ લીટર

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 106.89 રૂપિયા પ્રતિ લીટર

કિંમતમાં વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 107.59 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 96.32 રૂપિયા પ્રતિ લીટર છે.

જ્યારે મુંબઈમાં પેટ્રોલ 113.46રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 104.38 રૂપિયા પ્રતિ લીટરમાં ખરીદી શકાય છે.

ચૈન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 104.52 રૂપિયા અને ડીઝલની કિંમત 100.59રૂપિયા છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત 108.11 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 99.43 રૂપિયા પ્રતિ લીટર છે.

English summary
Congress will protest against petrol and diesel price hike, campaign will run from November 14-29.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X