For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અ'વાદ ક્રાઇમબ્રાંચમાં જ આરોપીએ કોન્સ્ટેબલની કરી ક્રૂર હત્યા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં આરોપીએ કોન્સ્ટેબલની હત્યા ફરાર થઇ જવાની ધટના બનતા પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને ખાખીની ઇજ્જત પર ડાધ લાગ્યો છે. આ ધટનાએ જ્યાં કોન્સ્ટેબલના પરિવારને શોકગ્રસ્ત કર્યો છે ત્યાં જ તે સવાલ ઊભો થાય છે કે હત્યા બાદ આરોપી સરળતાથી ફરાર થઇ ગયો અને કોઇએ કંઇક કર્યું પણ નહીં?

પ્રાથમિક વિગતો અનુસાર PSI કિરણ ચૌધરીની ઓફિસમાં રાત્રે ઘટના બની હતી. નાર્કોટિસના તથા લૂંટના ગુનાના શંકાસ્પદ આરોપી મનિષને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાંચ બોલાવવામાં આવ્યો હતો. જેની સાથે કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણા પૂછપરછ કરી રહ્યા હતા. ત્યાં જ અચાનક જ આરોપી મનિષના હાથમાં પાઇપ આવી જતાં તેણે કોન્સ્ટેબલ પર ઘાતકી હુમલો કરી દીધો હતો.

ક્રાઇમ બ્રાન્ચ

ક્રાઇમ બ્રાન્ચ

નોંધનીય છે કે સામાન્ય રીતે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં ભારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે છે. ત્યારે સવાલ તે ઊભો થાય છે કે આરોપી આટલી સધન વ્યવસ્થામાંથી છટકી કેમ ગયો?

ક્રૂર હત્યા

ક્રૂર હત્યા

આરોપીએ કોન્સ્ટેબલના માથામાં પાઇપના 4-5 વાર કરી આખી ઓફિસ લોહીલુહાણ કરી દીધી હતી. આ હુમલામાં કોન્સ્ટેબલનું મોત થયું છે.

આરોપી ભાગી છૂટ્યો

આરોપી ભાગી છૂટ્યો

કોન્સ્ટેબલનું માથું ફોડ્યા બાદ આરોપી મનિષ ભાગી ગયો છે. આ ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચની ટીમ તેમજ એટીએસના ડીસીપી અને જેસીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.

કોન્સ્ટેબલનો પરિવાર

કોન્સ્ટેબલનો પરિવાર

જો કે ધટનાની જાણ થતા કોન્સ્ટેબલનો પરિવારપણ શોકગ્રસ્ત થઇ ગયો હતો. અને ન્યાયની માંગ સાથે ક્રાઇમબ્રાન્ચ આવી પહોંચ્યો હતો.

English summary
Constable Killed in Ahmedabad crime branch office
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X