For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં કલમ 144 લાગુ, લૉકડાઉન થઈ શકે છે, ગુજરાત-મહારાષ્ટ્ર બસ સેવા બંધ

ગુજરાતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસ બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં સન્નાટો પ્રસરી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસ બાદ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં સન્નાટો પ્રસરી રહ્યો છે. સુરતમાં સંક્રમણને રોકવા માટે પોલિસ પ્રશાસને કલમ 144 લાગુ કરી દીધી જે દસ દિવસ સુધી લાગુ રહેશે. મનપા પ્રશાસન જે તૈયારીઓએ કરી રહ્યુ છે તેને જોતા લોકો માની રહ્યા છે કે તેમનુ શહેર લૉકડાઉન તરફ આગળ વધી રહ્યુ છે. મનપા પ્રશાસને ગાર્ડન બાદ હવે સાર્વજનિક પરિવહન સેવાને પણ 31 માર્ચ સુધી બંધ રાખવાનુ એલાન કર્યુ છે. જો કે લૉકડાઉન વિશે હજુ અધિકૃત રીતે કંઈ એલાન થયુ નથી પરંતુ આ શહેર ધીમે ધીમે અઘોષિત રીતે લૉકડાઉન તરફ આગળ વધી રહ્યુ છે. બધા મોટા હાઈવે સૂના પડી રહ્યા છે. અહીં અત્યાર સુધી કોરોનાના ઘણા દર્દીઓ મળી આવ્યા છે.

સુરતમાં આ સુવિધાઓ પણ બંધ, લાગ્યો, લાગ્યો પ્રતિબંધ

સુરતમાં આ સુવિધાઓ પણ બંધ, લાગ્યો, લાગ્યો પ્રતિબંધ

મનપા પ્રશાસન શહેરમાં મલ્ટીપ્લેક્સ, શાળા-કૉલેજો, સ્વીમિંગ પુલ સહિત બીજી સેવાઓને બંધ કરી ચૂક્યુ છે. મૉલ્સ અને બીજી સેવાઓ પર પણ પ્રતિબંધ છે. એક્વેરિયમ, પ્રાણી ઉદ્યાન અને અન્ય જગ્યાઓ પર પણ લોકા પ્રવેશને પ્રતિબંધિત કરવા માટે તેમને બંધ કરી દેવામાં આવ્યા છે. બજારો પર રોક લગાવ્યા બાદ મનપા પ્રશાસને શુક્રવારે શહેરના ગાર્ડનમાં પણ લોકોના પ્રવેશને પ્રતિબંધિત કરી દીધો. આ સિલસિલાને આગળ વધારીને મનપા પ્રશાસને 22 માર્ચથી શહેરમાં ચાલી રહેલ સિટી બસો અને બીઆરટીએસ બસોનુ પરિચાલન બંધ કરી દીધુ છે. ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી બસ સેવા તત્કાલ પ્રભાવથી રોકી દેવામાં આવી છે.

કપડાનો વેપાર પણ બંધ રહેશે

કપડાનો વેપાર પણ બંધ રહેશે

બીજી તરફ ખાનગી સંસ્થાઓએ પોતાના આયોજનો પર વિરામ લગાવી દીધો છે. વળી કપડા વેપાર પણ 24 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ 24 માર્ચે સ્થિતિનુ નિરીક્ષણ કર્યા બાદ બજારને આગળ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવશે. મનપા પ્રશાસને કોરોનાની સ્થિતિની નિયમિત સમીક્ષાનો નિર્ણય કર્યો છે.

રસ્તાઓ સૂમસામ, મનપા હેડક્વાર્ટર પણ ખાલી

રસ્તાઓ સૂમસામ, મનપા હેડક્વાર્ટર પણ ખાલી

કોરોના પર પ્રશાસનિક એલર્ટ સાથે જ લોકોને ખુદથી સાવચેતી રાખવાનુ શરૂ કરી દીધુ છે. લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળતા નથી. જેના કારણે રસ્તાઓ સૂમસામ છે. ગઈ કાલે મનપા મુખ્યાલય મુગલીસરામાં પણ લોકોની અવરજવર સીમિત રહી. સામાન્ય દિવસોમાં જ્યાં લોકોનો જમાવડો રહે છે હવે તે ગલીઓ સૂની પડી છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં કોરોનાના વધુ 6 પૉઝિટીવ કેસ, દેશમાં કુલ સંખ્યા 258આ પણ વાંચોઃ રાજસ્થાનમાં કોરોનાના વધુ 6 પૉઝિટીવ કેસ, દેશમાં કુલ સંખ્યા 258

English summary
Corona Alert: Section-144 In Surat, now this city may be locked-down
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X