કોરોના વાયરસ: સુરતમાં વિમાનને માસ્ક પહેરાવી લોકોમાં જાગૃતિ માટેનો પ્રયાસ
ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં હજારો લોકોના મોતનું કારણ બનનાર કોરોના વાયરસ ભારતમાં જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. રાજધાની દિલ્હી અને તેલંગાણામાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ જીવલેણ વાયરસના ફેલાવાને રોકવા માટે સરકારની સાથે આરોગ્ય મંત્રાલય પણ માઇક્રો લેવલ પર તૈયારી કરી રહ્યું છે. નોઇડામાં પણ કોરોના વાયરસના 5 શકમંદો મળી આવ્યા છે. ગભરાટ વચ્ચે નોઈડાની બે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવીએ કે કોરોના વાયરસ કેટલો ખતરનાક બની ગયો છે, તેનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે વિશ્વમાં આ રોગથી મરેલા લોકોની સંખ્યા 3000 વટાવી ગઈ છે.
એવામાં સુરતમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવા માટે તંત્રએ એક અનોખુ પગલું ભર્યું છે. તંત્રએ પ્લેન સર્કલ ખાતે મુકાયેલા પ્લેનને માસ્ક પહેરાવ્યું છે. તંત્રએ સુરતીઓ કોરોનાથી ડરે નહી અને સાવચેતીના પગલા ભરે એ માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્લેનની નજીક પોસ્ટર લગાવીને માહિતી આપવાનો પ્રયાસ કરાયો છે.
કચ્છના નાના રણમાં ઘુડખરની કરાશે ગણતરી, સરકારે કરી જાહેરાત