• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Coronavirus: ગુજરાતમાં વધુ 3 કેસ પોજિટિવ, અમદાવાદમાં બે કેસ નોંધાયા

|

ગાંધીનગરઃ ગુજરાતમાં પણ કોરોનાવાઈરસનો પગપેસારો થઈ ચૂક્યો છે. આજે નવા ત્રણ કેસ નોંધાતાં રાજ્યમાં કોરોનાવાઈરસના પોજિટિવ કેસની સંખ્યા 5 થઈ ગઈ છે. ગત રોજ સુરત અને રાજકોટમાંથી એક-એક કેસ પોજિટિવ આવ્યા હોવાની સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.

ત્યારે આજે ગુજરાતમાં વધુ ત્રણ નવા કેસ નોંધાયા છે. ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે જાહેરાત કરતા કહ્યું કે અમદાવાદમાં નવા બે અને વડોદરામાં એક કેસ પોજિટિવ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ-2, રાજકોટ-1, વડોદરા-1 અને સુરતમાં-1 કેસ પોજિટિવ નોંધાયો છે. હજી અમદાવાદ અને વડોદરામાં ત્રણ શંકાસ્પદ કેસ છે.

આરોગ્ય સચિવે કોરોના પોજિટિવ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાની માહિતી જણાવી. કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. મળેલી માહિતી મુજબ વડોદરાનો યુવાન હાલમાં જ સ્પેનથી પરત ફર્યો હતો, જે બાદ તેનામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. હાલ ગુજરાતના પાંચેય દર્દીઓ સારવાર હેઠળ છે.

કોરોનાવાઈરસ હોવા છતાં કોલકાતામાં ઠેર-ઠેર રખડતો રહ્યો અધિકારીનો દીકરોકોરોનાવાઈરસ હોવા છતાં કોલકાતામાં ઠેર-ઠેર રખડતો રહ્યો અધિકારીનો દીકરો

English summary
Coronavirus: another 3 case positive in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X