ગુજરાતમાં કોરોનાના મામલા 9 હજારને પાર, અમદાવાદમાં 24 કલાકમાં 25ના મોત
અમદાવાદઃ ગુજરાતમાંકોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 9 હજારને પાર ચાલ્યો ગયો છે. ગતરોજ અહીં 364 નવા પોઝિટિવ કેસ નોંધાયા. આની સાથે જ કુલ મામલા વધીને 9268 થઈ ગયા. અહીં એકલા અમદાવાદમાં જ સંક્રમિતોની સંખ્યા 7 હજારને પાર ચાલી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે આ શહેરોમાં ગતરોજ 292 કેસ સામે આવ્યા. ગત રોજ અહીં 25 દર્દીના મોત થયા. આની સાથે જ રાજ્યમાં મૃતકોનો આંકડો વધીને 566 થઈ ગયો. સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ મુજબ રાજ્યભરમાં 3562 લોકો ઠીક થયા છે.

અમદાવાદમાં સૌથી વધુ કેસ
ગતરોજ સામે આવેલા 364 મામલામાંથી સૌથી વધુ 292 અમદાવાદમાં નોધાયા છે. માત્ર એકલા અમદાવાદમાં જ 24 કલાકમા 25 દર્દીના મોત થયા.

કયા જિલ્લામાં કેટલા નવા કેસ નોંધાયા, જાણો
- અમદાવાદ- 292
- વડોદરા- 18
- સુરત- 23
- ભાવનગર- 3
- પાટણ- 2
- મહેસાણા- 8
- જામનગર- 3
- દ્વારકા- 7
- પચમહાલ- 1
- બનાસકાંઠા- 1
- ગિર સોમનાથ- 1
- ખેડા- 1
- અરવલ્લી- 1
- જૂનાગઢ- 1
- અમરેલી- 1

કોરોનાએ ગુજરાતની ચિંતા વધારી
ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 9267થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાથી 3562 લોકો સાજા થઈને ઘરે પહોંચી ગયા છે જ્યારે 566 દર્દીના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 1,22,296થી વધુ ટેસ્ટ કરાયા છે. જ્યારે 2 લાખ 8 હજાર 537થી વધુ ગુજરાતીઓ ક્વારંટાઈનમાં છે.
શું નોર્થ કોરિયામાં ઘૂસ્યો કોરોના, એક આખું શહેર સીલ કરાયું હોવાની આશંકા