For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોરોનાની બ્રેક લાગી, આજે 151 કેસ જ નોંધાયા

ગુજરાતમાં કોરોનાની બ્રેક લાગી, આજે 151 કેસ જ નોંધાયા

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસની બીજી લહેરમાં કહેર મચાવ્યા બાદ આખરે કોરોનાની બ્રેક લાગી ગઈ છે. રાજ્યમાં આજે માત્ર 151 જ નવા કેસ નોંધાયા, જે સ્થિતિ સામાન્ય થતી હોવાનો ઈશારો કરી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં આજે કુલ 619 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.09 ટકા છે.

Recommended Video

Covid 19 Update : 21 જૂને ગુજરાતમાં 619 રીકવરી, 151 નવા કેસ નોંધાયા, 4,87,960નું રસીકરણ

coronavirus

રાજ્યના અત્યાર સુધીના તમામ આંકડાઓ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં કુલ 8 લાખ 6 હજાર 812 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં આજથી રસીકરણનું મહા અભિયાન પણ શરૂ કરી દેવાયું છે, જેનો ઉદ્દેશ્ય જડપી 100 ટકા રસીકરણ કરવાનો છે.

વેક્સીનેશ અભિયાનને ગતિ મળી

  • આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 858 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર્સને પહેલો ડોઝ આપવામાં આવ્યો જ્યારે કુલ 19,55,634 ડોઝ અપાયા છે.
  • આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 5041 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો જ્યારે કુલ 11,28,112ને બીજો ડોઝ અપાયો છે.
  • આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 45 વર્ષથી વધુ ઉંમરના 70199 લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે કુલ 1,03,27,489 લોકોને પહેલો ડોઝ અપાયો છે.
  • 45 વર્ષથી વધુ ઉંમરના 39799 લોકોને આજે બીજો ડોઝ અપાયો અને કુલ 36,39,858 લોકોને બીજો ડોઝ અપાયો છે.
  • 18થી 45 વર્ષના કુલ 3,53,780 લોકોને આજે પહેલો ડોઝ અપાયો અને આ ઉંમર વર્ગના અત્યાર સુધીમાં કુલ 53,92,734 લોકોને પહેલો ડોઝ અપાયો છે.
  • 18થી 45 વર્ષના કુલ 18283 લોકોને આજે બીજો ડોઝ અપાયો અને આ ઉંમર વર્ગના અત્યાર સુધીમાં કુલ 1,12,435 લોકોને બીજો ડોઝ અપાયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

અમદાવાદ કોપોરેશન- 36
સુરત કોપોરેશન - 16
જુનાગઢ- 10
સુરત- 10
વડોદરા- 10
રાજકોટ કોપોરેશન- 9
વડોદરા કોપોરેશન- 7
વલસાડ- 6
ભરૂચ- 5
ગીર સોમનાથ- 5
કચ્છ- 5
પાંચમહાલ- 4
અમરેલી- 3
દેવભૂવમ દ્વારકા- 3
જુનાગઢ કોપોરેશન- 3
ખેડા- 3
રાજકોટ- 3
આણાંદ- 2
જામનગર કોપોરેશન- 2
મહેસાણા- 2
નવસારી- 2
ભાવનગર- 1
ભાવનગર કોપોરેશન- 1
ગાાંધીનગર કોપોરેશન- 1
જામનગર- 1
પોરબાંદર-1

English summary
coronavirus slowed down in gujarat, 151 new case registered on 21st june 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X