• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આનંદીબેન આકરા પાણીએ, કોંગ્રેસને કરપ્શન જ મારશે

By Kumar Dushyant
|

ગાંધીનગર, 7 માર્ચ: મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના આક્ષેપોનો આધાર-પુરાવાઓ સાથે જવાબ આપતાં જણાવ્યું હતું કે, ભાજપ મિશન સાથે કામ કરે છે. જયારે કોંગ્રેસ કરપ્શનથી કામ કરે છે. દેશની પ્રજાએ કોંગ્રેસનો વહીવટ જોઇ લીધો છે અને અનુભવ પણ કરી લીધો છે. કોંગ્રેસનેકરપ્શન જ મારશે.

ઉદ્યોગગૃહોને અપાતી જમીનના સંદર્ભે આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ૧૯૮૦થી ૧૯૯૦ના કોંગ્રેસના સમયમાં જે જમીનો અપાઇ તેમાં ગૌચર ૯૩ ટકા હતી. જયારે આ સરકારના ૧૧ વર્ષના શાસનના સમયગાળામાં આ ટકાવારી માત્ર ૪.૯૭ ટકા છે. આ કંપનીઓ પાસેથી ૩૦ ટકાનો વધારાનો ફાળો પણ લેવામાં આવે છે.

જમીનની કિંમતના સંદર્ભે આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ૧૯૮પ-૯૦માં ૧૦ કિસ્સાઓ, પ થી ર૦ પૈસાના ધારેણે, ૧૯૯૧-૯પમાં ૧૮ કિસ્સાઓ રૂા. ૧ કરતાં ઓછી કિંમતે, ૧૯૯૬-ર૦૦૦માં ૧૦ કિસ્સાઓ પણ રૂા. ૧ કરતાં ઓછી કિંમતે ૧૯૯૬-ર૦૦૦માં ૧૦ કિસ્સાઓ પણ રૂા. ૧ કરતાં ઓછી કિંમતે ઉદ્યોગોને જમીન આપવામાં આવી છે. જયારે ર૦૦૧-૧રના સમયમાં માત્ર ર કેસમાં રૂા. ૧ કરતાં ઓછી કિંમતે જમીન ફાળવવામાં આવી છે.

આ સરકારે ભૂતકાળની સરકારોની જેમ માત્ર પાંચ-દસ પૈસે નહીં પરંતુ પ્રતિ ચો.મી.ના રૂા. ૧પ૦૦ સુધીના ભાવે ઉદ્યોગોને જમીનો આપી છે. તા. ૧પ-૪-૧૯૯૭ના એક હુકમનો ઉલ્લેખ કરતાં મહેસુલ મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, તત્કાલિન સરકારે ૧પ૦ એકર જમીન રૂા. ૧ પ્રતિ ચોરસ મીટરના ભાવે આપવાની હતી તેના બદલે ઉદ્યોગગૃહની માંગણી કરતાં પણ વધુ એટલે કે ૩૦૦ એકર જમીન આપી હતી. અદાણી પોર્ટને ૩રપ એકર જમીન ફાળવ્યા બાદ વધારાની નવી ૧૭પ એકર જમીન ફાળવતાં પહેલાં અગાઉ જમીન ફાળવતા નક્કી કરાયેલી શરતોનું પાલન કરવાનું હતું. આમ છતાં અત્યારે વિપક્ષમાં બેઠેલા નેતાએ અભિપ્રાય મેળવવાની શરતે નગર નિયોજક નક્કી કરે તે દરે આપી દેવાની નોંધ કરી જમીન ફાળવી દિધી હતી.

કોંગ્રેસે ચૂંટણીના સમયે ‘‘ઘરનું ઘર'' યોજના અન્વયે શરતોને આધિન ઘર આપવાની જાહેરાત કરીને રક્ષાબંધનના દિવસે જ મહિલાઓને ‘ભેટ' આપવાની પાયાવિહોણી વાત કરી હતી. આનંદીબેન પટેલે આ જ યોજના દિલ્હીમાં અપનાવવાની ટીકા કરી હતી.

આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારે ૪૦ વર્ષમાં ૦ થી ૧૬ ગુણાંક ધારવતા ગરીબી રેખા હેઠળ જીવતા ગરીબો માટે માત્ર ૧ર લાખ મકાનો બનાવ્યા હતા. જયારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ રાજ્ય સરકારે છેલ્લા ૧ર વર્ષમાં ર૦.૯૬ લાખ મકાનો બનાવીને ગરીબોને સોંપ્યા છે એટલું જ નહીં, આ રાજ્ય સરકારે ૧૭ થી ર૦ ગુણાંક સુધીના ગરીબો માટે લગભગ દસ લાખ મકાનો બાંધવાનો સંકલ્પ કર્યો છે.

વિરોધપક્ષના નેતાએ જીએસપીસી સાથે જીયોગ્લોબલની સાંઠગાંઠના કરેલા આક્ષેપને પાયાવિહોણા ગણાવી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, જીએસપીસીએ જીયોગ્લોબલને ૧૦ ટકા ભાગીદારી આપી હતી. જેને કેન્દ્ર સરકારે મંજૂરી પણ આપી હતી. પરંતુ આ કંપનીએ પોતાના ભાગનો ખર્ચ નહીં આપતાં આ કંપનીને કાઢી મુકવામાં આવી હતી અને જીએસપીસીએ એક પૈસો પણ જીયોગ્લોબલને ચુકવ્યો નથી.

ગુજરાતમાં રસ્તાની સુવિધા અંગે વિરોધપક્ષના નેતાના આક્ષેપને રદિયો આપતાં આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના રસ્તાને સમગ્ર દેશ નહીં પરંતુ વિશ્વ બેંક પણ વખાણે છે. આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ઐતિહાસિક દાંડીયાત્રાના ૭પ વર્ષની ઉજવણી પ્રસંગે વડાપ્રધાને અમદાવાદ ખાતે જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકાર અમદાવાદથી દાંડી સુધીનો દાંડી હેરિટેજ માર્ગ બનાવશે. આ જાહેરાત વર્ષ ર૦૦પમાં કરી હતી.

ત્યાંથી આજદિન સુધી આ માર્ગ બન્યો જ નથી. આ જ રીતે વર્ષ ૧૯૯૭માં વૌઠા ખાતે તત્કાલિક મુખ્ય મંત્રી નવા પુલના નિર્માણ માટે ખાતમુર્હૂત કરી આવ્યા હતા પણ એક પથ્થર પણ મુકયો ન હતો તે પુલનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર કરી રહી છે. આવું જ ભરૂચના નર્મદાના પૂલનું પણ છે. બીઓટી ધોરણે બંધાનારા આ પુલ માટે કેન્દ્ર સરકાર યશ મેળવવા નીકળી છે, તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રૂા. પ,પ૦૦ કરોડનો ખર્ચ કરવા છતાં ગંગા અને યમુનાની સફાઇ થઇ શકી નથી ત્યારે ગુજરાત સરકારે રૂા. ૧,૧૦૦ કરોડના ખર્ચે સાબરમતી રીવરફ્રન્ટ ઉપરાંત વડોદરાની વિશ્વામિત્ર નદીના કિનારાનો વિકાસ રીવરફ્રન્ટ વિકાસ પ્રોજેકટ દ્વારા કર્યો છે તેની માહિતી આપી હતી.

આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૩૮માં હરિપુરા ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બનેલા તે સ્મૃતિને સાંકળીને આ સરકારે હરિપુરા ખાતેથી વર્ષ ર૦૦૯માં ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના દ્વારા ગામડાંને ઇન્ટરનેટ દ્વારા જોડવાનો પ્રારંભ કરેલો જે યોજના આજે પૂર્ણ થઇ છે. ગુજરાતનું ગામડું વૈશ્વિક બન્યું છે ત્યારે નર્મદા ડેમ ખાતે સરદાર પટેલની ૧૮ર ફૂટ ઊંચી પ્રતિમા મુકવાના રાજ્ય સરકારના નિર્ણયની ટીકા કરીને કોંગ્રેસ કોનો વિરોધ કરી રહી છે તેવો વેધક સવાલ પણ મંત્રીશ્રીએ પૂછયો હતો.

આદર્શ શિક્ષક દેશને ઘડવાનું કાર્ય કરે છે આવા આ શિક્ષકની સજ્જતા વધે તે માટેની ચિંતા આ સરકારે કરી છે. આજે ગુજરાતમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી, નેશનલ લો યુનિવર્સિટી, સ્પોર્ટસ યુનિવર્સિટી જેવી અનેરી યુનિવર્સિટી સાથે ૪પ યુનિવર્સિટી બનાવી છે. મહિલા સાક્ષરતા દર ર૦૦૧માં પ૭ ટકા હતો તે આજે વધીને ૭૧ ટકાનો થયો છે, તેમણે ઉમેર્યું હતું.

English summary
Corruption will kills Congress says Anandiben Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more