For Quick Alerts
For Daily Alerts
બિલકિસ બાનો કેસમાં કોર્ટે ફગાવી અરજી, જાણો વિગતવાર
બિલકિસ બાનુ કેસમાં ગુરુવારે હાઇકોર્ટે ચુકાદો આપતા 6 પોલીસકર્મીઓને પુરાવા નષ્ટ કરવા માટે દોષી જાહેર કરીને આ કેસના 11 દોષીઓની આજીવન કેદની સજા બરકરાર રાખી છે. આ સિવાય કોર્ટે સીબીઆઇની તે અપીલને પણ ફગાવી છે. જેમાં કેટલાક આરોપીઓને ફાંસીની સજા આપવાનું કહ્યું હતું. નોંધનીય છે કે ગોધરા પછી જે અમદાવાદના રણધીકપુરમાં પણ કોમી તોફાનો થયા હતા. જે સમયે બિલકિસ સાથે આ ઘટના થઇ હતી.
3 માર્ચ, 2002ના ગોધરા તોફાનોમાં કુલ 17 લોકોએ બિલકિસના પરિવાર પર અમદાવાદમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન 8 લોકોની હત્યા કરી હતી અને 6 લોકો ફરાર હતા. બિલકિસ બાનો પર જ્યારે ગેંગરેપ થયો ત્યારે તે 19 વર્ષ હતી અને 5 મહિનાથી ગર્ભવતી પણ. આ ઘટના પછી બિલકીસની ત્રણ વર્ષની દિકરી અને બે દિવસના બાળકની મોત થઇ ગઇ. એટલું જ નહીં રેપ પછી મારીને મરવા માટે છોડી દેવામાં આવી હતી.