• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બનાસકાંઠામાં ભાઈ-બહેનના સંબંધ પર કલંક લગાવતો કિસ્સો, રેપ બાદ છોકરીની હત્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હાથરસમાં થયેલ ગેંગરેપ મામલો હજી શાંત નથી પડ્યો કે ગુજરાતના બનાસકાંઠામાં એક શર્મનાક ઘટના સામે આવી છે, ભાઈ બહેનનો સંબંધો પર કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ગુંગી છોકરીનો રેપ કર્યા બાદ નરાધમે તેની હત્યા કરીને ગામ પાસે મૃતદેહ ફેકી દીધો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રોષ વ્યાપી ગયો છે, જો કે પોલીસે તરત એક્શન લેતાં આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસ મુજબ 12 વર્ષીય કિશોરી શુક્રવારે લાપતા થઈ ગઈ હતી. જે બાદથી તેના પરિજનો તેની તલાશ કરી રહ્યા હતા. શનિવારે ગામ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો આ મામલો બળાત્કાર બાદ હત્યાનો હોવાનો સામે આવ્યું. સાથે જ પોલીસને કેટલાંક સીસીટીવી ફુટેજ પણ મળી આવ્યાં છે. આ દરમ્યાન માલુમ પડ્યું કે છોકરીને આરોપી બાઈક પર બેસાડીને લઈ ગયો હતો. જે બાદ પોલીસની એક ટીમે આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી.

સગીર પિતરાઈ ભાઈઓએ 12 વર્ષની બાળકી પર રેપ કર્યોસગીર પિતરાઈ ભાઈઓએ 12 વર્ષની બાળકી પર રેપ કર્યો

નાયબ પોલીસ અધિક્ષક કુશાલ ઓઝાએ જણાવ્યું કે સવારે દંતીવાડા તાલુકાના મોતી ભાખર ગામ પાસે એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં માલૂમ પડ્યું કે આ દેહ શુક્રવારે લાપતા થયેલી છોકરીનો જ છે. આ મામલે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે, આરોપી મૃતક છોકરીનો પિતરાઈ ભાઈ જ હતો. પોલીસ ટીમ આરોપી વિરુદ્ધ વધુમાં વધુ સબૂત એકઠી કરવાની કોશિશ કરી રહી છે, જેનાથી તેમને મોટી સજા અપાવી શકાય.

English summary
cousin brother raped and killed girl in banaskantha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X