For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ 5428 કેસ, 1 દિવસમાં 374 નવા કેસ, એકલા અમદાવાદમાં 200થી વધુ મોત

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 5 હજારને પાર જઈ ચૂક્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 5 હજારને પાર જઈ ચૂક્યો છે. અહીં કુલ 33 જિલ્લાઓમાંથી 30 જિલ્લા કોવિડ-19ની ચપેટમાં આવી ચૂક્યા છે. રાજ્યભરમાં ગઈ કાલે 374ના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા. કુલ કેસ વધીને 5428 થઈ ગયા. કુલ દર્દીઓમાંથી 1042 રિકવર થયા છે. મોતનો આંકડો 300ની સંખ્યા સુધી પહોંચવાનો છે. આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યુ છે કે સંક્રમણથી અહીં અત્યાર સુધી 290 લોકોના મોત થઈ ચૂક્યા છે.

1042 રિકવર થઈ લોકોની સંખ્યા

1042 રિકવર થઈ લોકોની સંખ્યા

કોરોના કેસમાં દેશમાં બીજા નંબરે ચાલી રહેલ આ રાજ્યમાંથી રાહતભર્યા સમાચાર એ છે કે અહીં 1042 દર્દી રિકવર થઈને અત્યાર સુધી ઘરે પણ જઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગના સચિવ જયંતિ રવિ બોલ્યા કે, 'કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે લૉકડાઉનના આ દોરમાં આવેલ રોજ હજારો લોકોની સ્ક્રીનિંગ થઈ રહી છે. એપ્રિલ મહિનો ખતમ થતા પહેલા જ રાજ્યમાં 59,488 લોકોની કોરોનાવાળી તપાસ થઈ ચૂકી હતી. 70 લાખથી વધુ વસ્તીનો સર્વે કરાવવામાં આવી ચૂક્યો છે. તેમણે દિલાસો આપતા જણાવ્યુ કે, આપણે કોરોનાથી ડરવાનો નહિ પરંતુ તેની સામે લડવાનો સમય છે.'

કુલ દર્દીઓના અડધાથી વધુ અમદાવાદમાં

કુલ દર્દીઓના અડધાથી વધુ અમદાવાદમાં

ગુજરાતમાં કોરોના વાયરના અડધાથી વધુ કેસ એકલા અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. આ શહેર ગુજરતામાં કોરોના વાયરસના સંક્રમણથી સર્વાધિક પ્રભાવિત થયુ છે. આ એક શહેરમાં 200થી વધુ જિંદગીઓ ખતમ થઈ ચૂકી છે. સક્રિય દર્દીઓની સંખ્યા 5000થી વધુ છે. એટલુ જ નહિ અહીં રાજ્યન કુલ દર્દીઓના અડધાથી વધુ દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

આ જિલ્લામાં દર 8 મિનિટે મળી રહ્યો છે એક નવો દર્દી

આ જિલ્લામાં દર 8 મિનિટે મળી રહ્યો છે એક નવો દર્દી

અમદાવાદમાં દર 8 મિનિટે કોરોનાનો નવો કેસ સામે આવી રહ્યો છે. આ શહેર દેશના એ ટૉપ-5 શહેરોમાંનુ એક છે જ્યાં કોરોનાના સંક્રમણથી સૌથી વધુ મોત થયા છે. દર્દીઓની સંખ્યા બાબતે અમદાવાદ ગુજરાતમાં પહેલુ અને દેશમાં બીજા સ્થાને છે. મુંબઈ દેશમાં પ્રથમ સ્થાને છે.

આ પણ વાંચોઃ શ્રમિકો પાસે ભાડુ વસૂલવાના આરોપ પર રેલવેએ આપ્યો જવાબઆ પણ વાંચોઃ શ્રમિકો પાસે ભાડુ વસૂલવાના આરોપ પર રેલવેએ આપ્યો જવાબ

English summary
COVID 19 Gujarat: Coronavirus positive cases in the state now cross 5000, death toll 290
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X