ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ થયો 96%ને પાર, 4.69 લાખ લોકો ક્વૉરંટાઈન
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં કોરોના મહામારી હવે ઝડપથી કાબુમાં આવી રહી છે. અહીં કોરોના સંક્રમિતોનો રિકવરી રેટ વધીને 96 ટકાને પાર જતો રહ્યો છે. એટલે કે દર 100 દર્દીઓમાંથી 96 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. કુલ સંક્રમિતોનો આંકડો 258,342 પહોંચી ગયો છે. વળી, હજુ 4.69 લાખ લોકો કવૉરંટાઈનમાં છે. જો કે સારી વાત એ છે કે બુધવારે કોરોનાના 490 નવા સંક્રમિત મળ્યા છે. આ ઉપરાંત સક્રિય દર્દી ઘટીને 5748 થઈ ગયા છે જેમાંથી 51 લોકો જ વેંટીલેટર પર છે.
આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યુ કે હોસ્પિટલોમાંથી અત્યાર સુધી રજા લેનારનો આંકડો વધીને 2,47, 223 થઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 707 લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ ગયા. વળી, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી વધુ બે લોકોના મોત થઈ ગયા. બંને મોત અમદાવાદમાં થયા. અત્યાર સુધી કુલ મોતનો આંકડો વધીને 4371 થઈ ગયો છે. રાજ્યમાં બુધવારે સામે આવેલા 490 નવા દર્દીઓમાંથી સૌથી વધુ 105 અમદાવાદ જિલ્લાના છે. આમાં શહેરના 102 અને 3 દર્દી જિલ્લાના અન્ય ભાગોના છે.
સુરત જિલ્લાના નવા દર્દી મામલે બીજા સ્થાને છે જ્યાં 98 દર્દીઓની પુષ્ટ થઈ. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં 94, રાજકોટ જિલ્લામાં 65, ગાંધીનગર જિલ્લામાં 14 તેમજ જામનગર જિલ્લામાં 8 નવા દર્દીઓની પુષ્ટિ થઈ. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલકેસ 25,73,34 થઈ ગયા છે. એક હેલ્થ ઑફિસરે જણાવ્યુ કે ગુજરાત રાજ્યમાં બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના બે દર્દીના મોત થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી 4371 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેમણે કહ્યુ કે બુધવારે 707 દર્દીના સ્વસ્થ થવા પર તેમને ડિસ્ચાર્જ કરવાામાં આવ્યા. રિકવરી રેટ પણ સતત વધ્યો છે.
CM રૂપાણી બોલ્યા - પાકિસ્તાને પકડેલા 7100 માછીમારો છોડાવ્યા