For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારે ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના રેટ ઘટાડ્યા

કોરોનાના વધતા સંક્રમણને જોતા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ કોરોનાના વધતા સંક્રમણને જોતા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર કોરોના ટેસ્ટની કિંમતોમાં 1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે પ્રાઈવેટ લેબમાં ટેસ્ટ કરાવવા માટે 1500 તેમજ ઘરે બેઠા ટેસ્ટ કરાવવા માટે માત્ર 2000 રૂપિયા આપવા પડશે.

coronavirus

માહિતી મુજબ ડેપ્યુટી સીએમ નિતિન પટેલે બુધવારે સાંજે આની ઘોષણા કરી. નિતિન પટેલે જણાવ્યુ કે માત્ર સરકારી હોસ્પિટલોમા કોરોના ટેસ્ટ કરવામાં આવતો હતો. પરંતુ સંક્રમણ વધવાના કારણે ઘણી પ્રાઈવેટ લેબને પણ ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે. પહેલા સંચાલકો સાથે વિચાર વિમર્શ કર્યા બાદ પ્રાઈવેટમાં ટેસ્ટ માટે 2500 તેમજ ઘરે બેઠા ટેસ્ટ માટે 3000 રૂપિયા લેવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે તેમાં 1000 રૂપિયા ઘટાડવામાં આવ્યાછે. જો કે સરકારી હોસ્પિટલોમાં તો પહેલા પણ આ ટેસ્ટ મફત જ કરવામાં આવતો હતો અને આગળ પણ કરવામાં આવશે.

આ તરફ આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આજે કોરોનાના 1364 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. જો કે 1447 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. બુધવારે એક જ દિવસમાં 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા અને આજ સુધી 35 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. જેમાં લગભગ 1.25 લાખ કેસ સામે આવ્યા છે. તેમાંથી 98 હજારથી વધુ ઠીક પણ થઈ ચૂક્યા છે.

રકુલપ્રીત સિંહ પહોંચી હાઈકોર્ટ, મીડિયા ટ્રાયલ પર રોકની માંગરકુલપ્રીત સિંહ પહોંચી હાઈકોર્ટ, મીડિયા ટ્રાયલ પર રોકની માંગ

English summary
Covid-19 test rates in private labs are reduced by Gujarat goverment, Know the rate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X