• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં ભાવ વધારા અંગે મોદીના મૌન સામે CPMએ પ્રશ્ન ઉઠાવ્યા

|
Google Oneindia Gujarati News
ભાવનગર, 19 નવેમ્બર : ભાવનગરમાં રવિવાર, 18 નવેમ્બર, 2012ના રોજ યોજાયેલી એક રેલીમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા - માર્કસિસ્ટ (સીપીઆઇ-એમ)ના સાંસદ બ્રિન્દા કરાતે ગુજરાતમાં જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધારા સામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સેવેલા મૌન સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

બ્રિન્દા કરાતે રેલીમાં જણાવ્યું કે "ભાવ વધારા મુદ્દે નરેન્દ્ર મોદી હંમેશા વડાપ્રધાન મનમોહન સિંહને મૌન કેમ રહો છો તેમ પૂછે છે, પણ ગુજરાતમાં જુવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારાના પ્રશ્નો અંગે ખુદ મોદી કેમ મૌન સેવી રહ્યા છે?"

તેમણે જણાવ્યું કે "વર્ષ 2006 બાદ દૂધના ભાવમાં 16 વાર વધારો થયો છે. એવી જ રીતે ખાદ્ય તેલના ભાવમાં 300 ગણો વધારો થયો છે. વીજ દરોમાં પણ અનિયંત્રિત રીતે ભાવ વધારો થયો છે. વાયબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ માત્ર પૈસાદારો અને ઉદ્યોગપતિઓ માટે છે. ગરીબ અને હાંસિયામાં ધકેલાયેલા લોકોને ક્યાંય પાછળ છોડી દેવામાં આવ્યા છે."

કરાતે મોદી સામે પ્રશ્ન ઉઠાવ્યો કે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે જ્યારે એમ કહ્યું છે કે મોદી સરકારે એસ્સાર કંપનીને રૂપિયા 8000 કરોડ ગેરકાયદેસર રીતે ભેટમાં આપી દીધા છે તે મુદ્દે તેઓ કેમ મૌન છે? તેમણે મોદીએ 3D ટેલિકાસ્ટ ટેક્નોલોજી પાછળ ખર્ચેલા કરોડો રૂપિયાની પણ ટીકા કરી હતી.

તેમણે જણાવ્યું કે સરકાર જ્યારે કશું કરતી હોતી નથી ત્યારે જેટલું કર્યું હોય તેને વધારીને દર્શાવવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના પ્રચાર માટે સરકાર 3D ટેલિકાસ્ટ ટેક્નોલોજી પાછળ ખર્ચ કરી રહી છે. પણ સામાજિક માપદંડો જેવા કે ભૂખમરો, કુપોષણ, દૈનિક ભથ્થું, અન્ન સુરક્ષા વગેરે મુદ્દે પાછળ છે, તેના માટે કશું કરી રહી નથી.

English summary
CPM questions Modi's silence on price rise in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X