
ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે પોતાના મત વિસ્તાર નવસારી જિલ્લામાં વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પોતાના મત વિસ્તાર નવસારીમાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરીને લોકોની સુવિધામાં વધારો કર્યો હતો. ગણદેવી તાલુકામાં નવનિર્મિત 66 કેવી મેધર સબસ્ટેશનનું લોકાર્પણ તેમજ અલસાડ સરીબુજરંગ છાપર મેધર રોડનું વાયડનીંગ અને મજબૂતીકરણના કાર્યનું ખાતમુહૂર્ત કર્યુ હતુ.
નવસારીના ગણદેવી તાલુકાના રહેજ ખાતે નવનિર્મિત નિરામય મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષના શુભહસ્તે કરવામાં આવ્યું. આ હોસ્પિટલ દ્વારા લોકોને સ્વાસ્થ્યની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. તેમજ 40 લાખના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશનના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ, નરેશભાઇ પટેલ અને જીતુ ચૌધરી સહિતના મંત્રીઓ તેમજ. પ્રદેશ મંત્રી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.