For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ 22 ધારાસભ્યો બાદ હવે 6 સાંસદ પણ કોરોનાગ્રસ્ત, ભાજપે હવે બધા કાર્યક્રમ કર્યા રદ

ગુજરાતમાં ભાજપ પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. એક દિવસ પહેલા જ વાયરસના લક્ષણ મળવા પર તેમને હોસ્પિટલમાં ભરતી કરવામં આવ્યા હતા. પાટિલ સાંસદ પણ છે અને તેમના સહિત હવે રાજ્યના 6 સાંસદ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. તેમની પહેલા અમદાવાદ ઈસ્ટના સાંસદ હસમુખ પટેલ પણ કોરોનાગ્રસ્ત થયા.

હવે આટલા લોકોમાં ફેલાયુ સંક્રમણ

હવે આટલા લોકોમાં ફેલાયુ સંક્રમણ

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધી બે મંત્રી રમણલાલ પાટકર તેમજ ધર્મેન્દ્ર સિંહ જાડેજા સહિત 22 ધારાસભ્ય પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. વળી, ગયા મંગળવારે પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડ્યા સહિત ભાજપ મુખ્યાલયમાં કાર્યરત 7 અન્ય પદાધિકારી-કર્મચારીઓના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા હતા. જણાવવામાં આવ્યુ કે આ લોકોમાં પ્રદેશ કાર્યાલયના મંત્રી, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી, ટેલીફોન ઑપરેટર, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર તેમજ 2 સફાઈકર્મી પણ શામેલ છે.

આ રીતે કોરોનાની ચપેટમા આવ્યા પાટિલ

આ રીતે કોરોનાની ચપેટમા આવ્યા પાટિલ

ભાજપ પ્રદેશાધ્યક્ષ વિશે એ તો બધાને ખબર હશે કે તેમને કોરોના વાયરસનુ સંક્રમણ કેવી રીતે થયુ. તેમણે હજારો લોકો સાથે રેલીઓ કરી હતી. છેલ્લા એક સપ્તાહ દરમિયાન સીઆર પાટિલ લગભગ 10 હજાર લોકોના સંપર્કમાં આવ્યા હતા. તેમના વિશે ઘણા સમાચારો આવ્યા પરંતુ તે સતર્ક ન થયા. થોડા દિવસો અગાઉ અંબાજીના દર્શન કર્યા બાદ બનાસકાંઠાના પાલનપુર, ડીસા જેવા સ્થળો પર ગયા હતા. તેની પહેલા પણ તેમણે સોમનાથનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ઘણી મોટી સંખ્યામાં સમર્થકો સાથે હાજર હતા. તેમાંથી જ કોઈ કોરોના પૉઝિટીવ હતુ જેના કારણે વાયરસ અન્ય લોકોમાં આવી ગયો.

ભાજપે હવે બધા કાર્યક્રમ કર્યા રદ

ભાજપે હવે બધા કાર્યક્રમ કર્યા રદ

પાટિલ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સ્થિત અપોલો હોસ્પિટલમાં ભરતી છે. તેમને પોતાના સંગઠન માટે મોટા નેતાઓ સાથે ચિંતન બેઠક કરવાની હતી પરંતુ આ બેઠક સ્થગિત કરી દેવામાં આવી છે કારણકે મુખ્યમંત્રી કાર્યાલયના જ ઘણા નેતા વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય સ્થળોના પ્રવાસ, સંસદ સત્રમાં હાજરીથી લઈને કમલમ પર નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પ્રસ્તાવિત કાર્યક્રમ હવે નહિ થાય.

અમદાવાદઃ સેનિટાઈઝરની ફેક્ટરીમાં આગ, 10 ટન આલ્કોહોલ ખાખઅમદાવાદઃ સેનિટાઈઝરની ફેક્ટરીમાં આગ, 10 ટન આલ્કોહોલ ખાખ

English summary
CR Patil the BJP gujarat State President is covid-19 Positive, Six MPs also hospitalized due to infection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X