For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13 વર્ષે ગુજરાત ભડકે બળ્યું, ગુજરાત બંધ

|
Google Oneindia Gujarati News

ગઈકાલે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર પાટીદારોની મહાસભા બાદ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની મોડી સાંજે અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા અંધાધૂધ લાઠીચાર્જ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા ગ્રાઉન્ડ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી ગઈ હતી. ત્યારબાદ આખાય ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. 13 વર્ષ બાદ ફરીએક વખત ગુજરાત ભળકે બળ્યું હતું. સુરત, અમદાવાદ, મહેસાણા, પાટણ, જામનગર, રાજકોટ, ભાવનગર, તળાજા, ચાણસ્મા, વડોદરા એવું કોઈ શહેર કે વિસ્તાર નહતો, જ્યાં પાટીદારો રોષે ભરાયા ન હોય.

22 વર્ષિય હાર્દિક પટેલને અટકાયત બાદ છોડી મૂકવામાં આવ્યો હતો, પણ હાર્દિકે અનામતની માંગ સાથે આજે ગુજરાત બંધનું એલાન આપી દીધું. જો કે હાલમાં ગુજરાતમાં અજંપાભરી શાંતિ પ્રવર્તિ રહી છે. પોલીસે પણ પરિસ્થિતિને પહોંચી વળવા અનેક વિસ્તારમાં કરર્ફયુ લાગુ કરી દીધો છે. રાજ્યમાં શાળા-કોલેજ બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યાં છે. ગુજરાતમાં આગામી કલાકો માટે ઈન્ટરનેટ સેવા તેમજ એસ.ટી સેવા બંધ કરવામાં આવી છે.

અમદાવાદમાં આવતા અને જતા તમામ હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત સઘન કરી દેવામાં આવ્યો છે. રેલ્વે સ્ટેશનની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં સાંસદો અને ધારાસભ્યોના ઘર બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્ય સરકારની માંગ બાદ કેન્દ્રમાંથી વધારાની ફોર્સ ગુજરાત મોકલવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે રાજ્યની પરિસ્થિતિ અંગે આનંદીબેન પટેલ સાથે ચર્ચા કરી છે. રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબેને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની અપીલ કરી છે.

ગુજરાત ભડકે બળ્યું

ગુજરાત ભડકે બળ્યું

ગઈકાલે સાંજે GMDC ગ્રાઉન્ડ પર કરવામાં આવેલા લાઠીચાર્જ બાદ ગુજરાતમાં પટેલોનો રોષ ભભૂક્યો હતો. સુરતમાં અનેક બસ અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ.

ગુજરાત ભડકે બળ્યું

ગુજરાત ભડકે બળ્યું

પટેલ આંદોલનની આગે ગતિશીલ ગુજરાતને લીધું બાનમાં, જ્યાં જુઓ ત્યાં જાહેર સેવાના વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું

ગુજરાત ભડકે બળ્યું

ગુજરાત ભડકે બળ્યું

લોકોમાં ભય અને ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાત ભડકે બળ્યું

ગુજરાત ભડકે બળ્યું

પટેલ આંદોલનની આગે ગુજરાતને ચારે તરફથી બાનમાં લીધું છે, ત્યાં પોલીસ પણ ઘવાઈ હતી.

ગુજરાત ભડકે બળ્યું

ગુજરાત ભડકે બળ્યું

પરિસ્થીતિને પહોંચી વળવા કરર્ફયુ લાદી દેવામાં આવ્યો છે. ચારે તરફ અંજપાભરી પરિસ્થીતિ જોવા મળી રહી છે.

સુરત

સુરત

ગઈકાલે હાર્દિક પટેલની અટકાયત બાદ સુરતમાં અનેક બસને સળગાવવામાં આવી હતી.

સુરત

સુરત

સુરતમાં મોટા પ્રમાણમાં પટેલોની વસ્તી છે. પટેલોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો.

અમદાવાદ

અમદાવાદ

ભડકેલી હિંસા બાદ અમદાવાદમાં ચાંપતો પોલીસ બંદોબ્સત ખડકી દેવામાં આવ્યો હતો.

અમદાવાદ

અમદાવાદ

પટેલોના આક્રોશના પગલે અમદાવાદમાં ચારેય તરફ આગજનીના દ્રશ્યો જોવા મળ્યાં હતા.

અમદાવાદ

અમદાવાદ

રસ્તાઓ પર જાહેર સેવાના વાહનોને ભારોભાર નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ. સાથે જ કોમનમેનની બાઈક્સ પણ સળગાવવામાં આવી હતી.

અમદાવાદ

અમદાવાદ

ટોળાએ AMTSની બસને ભારોભાર નુકસાન પહોંચાડ્યું હતુ.

અમદાવાદ

અમદાવાદ

હાર્દિક પટેલની ધરપકડ બાદ ટોળાએ પોલીસ પોસ્ટને આગ લગાડી હતી.

સુરત

સુરત

સુરતમાં અનેક જાહેર પરિવહનની અનેક બસને સળગાવવામાં આવી હતી.

અમદાવાદ

અમદાવાદ

GMDC ગ્રાઉન્ડ પર પોલીસના લાઠીચાર્જ બાદ લોકોમાં ભગદડ મચી ગઈ હતી.

English summary
Hardik Patel, spearheading the agitation to demand OBC reservation for the Patel community in Gujarat, has called for a state-wide bandh on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X