For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 મહિનામાં સાઇબર ક્રાઇમ 200 ટકા વધ્યો, ચીનને જવાબદાર ઠેરવવાના સબૂત નથીઃ PMO અધિકારી

2 મહિનામાં સાઇબર ક્રાઇમ 200 ટકા વધ્યો, ચીનને જવાબદાર ઠેરવવાના સબૂત નથીઃ PMO અધિકારી

|
Google Oneindia Gujarati News

મુંબઇઃ પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સૂચના સુરક્ષા અધિકારી ગુલશન રાયે સોમવારે કહ્યું કે ભારતમા પાછલા 2 મહિનામાં સાઇબર ક્રાઇમની ઘટનાઓમા 200 ટકાનો ધારો થયો છે. તેમણે કહ્યું કે જો કે ચીનને જવાબદાર ઠેરવી શકાય તેવાં હજી એકેય સબૂત મળ્યાં નથી. તેમણે કહ્યું કે કોવિડ- 19 મહામારીને કારણે ઘરેથી કામ કરવા માટે સેવા ક્ષેત્રમા થયેલ બદલાવના કારણે આ ઘટનાઓ વધી છે, કેમ કે લોકો અવિશ્વસનીય એપ્લિકેશનને ડાઉનલોડ કરે છે જેમાં સુરક્ષા ઉપોયોનો અભાવ હોય શકે છે.

hacking

ભારત અને ચીન વચ્ચે ગત દિવસોમા સંબંધ તણાવપૂર્ણ રહ્યા છે, અને ગલવાન ઘાટીમાં હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોના જીવ ચાલ્યા ગયા હતા. જે બાદ ભારતે સુરક્ષા કારણે ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવી દીધો. રાયે અહીં એક કાર્યક્રમમાં કહ્યું, 'પાછલા બે મહિના દરમિયાન સાઇબર ક્રાઇમની ઘટનાઓ બહુ વધી ગઇ છે.'

તેમણે કહ્યું બંને દેશ વચ્ચે તણાવને કારણે હુમલા થયા હોવાના સબૂત નથી. રાયે કહ્યું કે વિશેષ એજન્સીઓ સ્થિતિની દેખરેખ રાખી રહી છે અને હુમલાને પણ રોકી રહી છે. તેમણે કહ્યું કે, ફિશિંગ, સેવા સંબંધી મામલા અને રેનસમવેરના મોટા મામલા આવ્યા છે. આ મામલા માત્ર વધતા તણાવને કારણે નથી વધ્યા. આ મામલા જાન્યુઆરી અને ફેબ્રુઆરીના અંતમથી વધ્યા છે.

ગુલશન રાયે જણાવ્યું કે ઑફિસમાં સામાન્ય રીતે જરૂરી સુરક્ષા ઉપોય કરવામાં આવે છે. તેમણે લોકોને આગ્રહ કર્યો કે તેઓ જે કંઇપણ ડાઉનલોડ કરે છે તે વિશે વધુ સાવધાની વરતે અને માન્યતાપ્રાપ્ત એપ્સનો જ ઉપયોગ કરે. ચીની ઉત્પાદનો પર નિર્ભરતા વિશે પૂછવા પર તેમણે કહ્યું કે ચીન વિનિર્માણના ક્ષેત્રમાં દુનિયામાં અગ્રણી છે અને સૌકોઇ એ જાણતાં ત્યાંથી સામાન ખરીદે છે કે તે સુરક્ષિત છે.

તેમણે કહ્યું કે પીએમ મોદીનું આત્મનિર્ભર ભારતનું આહ્વાન મહત્વપૂર્ણ છે. સાથે જ તેમણે કહ્યું કે અમેરિકા અને યૂરોપીય દેશો સહિત અન્ય દેશ પણ ચીન પર નિર્ભરતા ઘટાડવાની કોશઇશ કરી રહ્યા છે. બેંકિંગ ફ્રોડની ઘટનાઓ ઘટાડવા માટે ગુલશન રાયે સજેસન આપ્યા કે એવી વ્યવસ્થા કરવામાં આવે કે ઓનલાઇન હસ્તાંતરણથી મળેલી ધનરાશિને પ્રાપ્તકર્તા એક કલાક સુધી કાઢી ના શકે.

Alert: 7 કલાકમાં 5 મોટા ભૂકંપ, ઇંડોનેશિયા બાદ સિંગાપુર અને ભારતના આ રાજ્યોની ધરા ધ્રુજીAlert: 7 કલાકમાં 5 મોટા ભૂકંપ, ઇંડોનેશિયા બાદ સિંગાપુર અને ભારતના આ રાજ્યોની ધરા ધ્રુજી

English summary
cyber crime incidents increased by 200% in last two month says PMO official
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X