Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Biparjoy: લેન્ડફૉલ બાદ કહેર, 940 ગામોમાં અંધારપટ, 22 લોકો ઘાયલ

Cyclone Biparjoy એ મધ્યરાત્રિએ ગુજરાતમાં લેન્ડફોલ કર્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેન્ડફોલની પ્રક્રિયા આખી રાત ચાલુ રહી હતી. આ પછી ગુજરાતના 940 ગામોમાં અંધારપટ છવાઈ ગયો. અલગ-અલગ શહેરોમાં 22 લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય મધ્યરાત્રિ પછી 2:30 વાગ્યે નલિયાથી 30 કિમી ઉત્તરે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર કેન્દ્રિત થયું હતું. ચક્રવાતી તોફાન 16 જૂનની સવાર સુધીમાં નબળું પડવાની ધારણા છે.

Cyclone Biparjoy

ચક્રવાત દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધ્યા બાદ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ઈલેક્ટ્રીક થાંભલા અને વૃક્ષો મોટી સંખ્યામાં ધરાશાયી થયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે 23 પશુઓ મૃત્યુ પામ્યા છે. ભારે પવન સાથે 524થી વધુ વૃક્ષો અને વીજ થાંભલા પડી ગયા હતા. 940 ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડુ ટકરાવાનુ શરૂ થતાં જ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણી રાહત અને બચાવ ટીમો એલર્ટ પર છે કારણ કે ગુજરાતમાં હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ગુજરાતના રાહત કમિશનર આલોક સિંહે જણાવ્યું કે, "તોફાનના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આપને જણાવી દઈએ કે અરબી સમુદ્ર પર ઘણા દિવસોથી બનેલ ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં દસ્તક આપી ચુક્યું છે. જેના કારણે ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. 99 ટ્રેનો કેન્સલ અથવા શોર્ટ ટર્મિનેટ રહેશે.

"અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડું" સહેજ નબળું પડીને ગંભીર શ્રેણીમાં આવી ગયું. જો કે, દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાતની અસરને કારણે ભારે પવનને કારણે દ્વારકામાં વૃક્ષો ધરાશાયી થયા, હોર્ડિંગ્સ પડી ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X