Cyclone Biporjoy Update : દરિયાકાંઠે રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Cyclone Biporjoy Update : ગુજરાતના દરિયાકિનાર પર ચક્રવાતી વાવાઝોડું બિપોરજોયનું સંકટ તોળાઇ રહ્યું છે. જે કારણે મંગળવારના રોજ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
IMDના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, આવતીકાલ સુધીમાં પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનની ઝડપ 65-75 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ધારણા છે.

ચક્રવાત બિપોરજોયથી વ્યાપક નુકસાન થવાની ધારણા છે અને ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારના રોજ આ માહિતી આપી હતી.
IMD અનુસારમાં જણાવ્યા અનુસાર, ચક્રવાત બિપોરજોય 15 જૂનની સાંજે અત્યંત ગંભીર ચક્રવાત તરીકે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વધુમાં વધુ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
IMD અનુસાર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણથી છ મીટર ઊંચા ભરતીના મોજા આવી શકે છે.
આવા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા માટે પગલાં લેવામાં આવ્યા છે અને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનું સૂચન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
