Cyclone Jawad : 'જવાદ' નો અર્થ શું છે? આ નામ કોણે આપ્યું?
Cyclone Jawad : ઓડિશા પર ફરી એકવાર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ચક્રવાતનું નામ 'જવાદ' છે, જે 4 ડિસેમ્બરના રોજ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે અને તેના કારણે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયાએ ચક્રવાતને 'જવાદ' નામ આપ્યું છે. જેનો અર્થ 'દયાળુ' થાય છે, તેથી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ તોફાન વિનાશક નહીં હોય.

નામકરણની પ્રક્રિયા શું છે?
વાસ્તવમાં ચક્રવાતનું નામ દરેક દેશના હવામાન વિભાગ દ્વારા રાખવામાં આવે છે, પરંતુ વર્ષ 1953 પહેલા આ અંગે કોઈ સંસ્થા ન હોવાથી વાવાઝોડાનું આકલન થઈશક્યું ન હતું.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 1953થી વિશ્વ હવામાન સંસ્થાએ વિશ્વના તમામ ચક્રવાતોનો રેકોર્ડ રાખવા માટે એક કરાર હેઠળ એક સમિતિની રચનાકરી હતી, પરંતુ તે પછી પણ વાવાઝોડાના હિસાબમાં ઘણી સમસ્યાઓ હતી.
જે બાદ ભારતની જ પહેલ પર વર્ષ 2004માં દરિયાકાંઠાના 8 દેશો વચ્ચે સમજૂતી થઈ હતીકે, તેઓ વારાફરતી વાવાઝોડાના નામ રાખશે અને ત્યારથી વાવાઝોડાના નામ રાખવા લાગ્યા. જે બાદમાં આ યાદીમાં વધુ દેશો ઉમેરાયા અને હવે તેમની સંખ્યાવધીને 13 થઈ ગઈ છે.

વાવાઝોડાના નામ રાખતા 13 દેશોના નામ
વાવાઝોડાના નામ રાખતા 13 દેશોમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર પાકિસ્તાન, માલદીવ ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી આરબ, સંયુક્ત આરબ અમીરાત અને યમનનો સમાવેશ થાય છે.

અમુક ખાસ વાતો
હિંદ મહાસાગર અને દક્ષિણ પેસિફિકમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતને મૂળાક્ષરો પ્રમાણે નામ આપવામાં આવ્યું છે.
ચક્રવાતને યાદ રાખવામાં મદદ કરવા માટે પુરુષ, સ્ત્રી, રોચક કે રસપ્રદ નામ આપવામાં આવ્યા છે.

ચક્રવાત શું છે?
'સાયક્લોન' એટલે કે 'ચક્રવાત' ની રચના અંગ્રેજીના અક્ષર V જેવી છે. ચક્રવાત એ ગરમ હવાની આસપાસ નીચા વાતાવરણીય દબાણ સાથે બનેલું માળખું છે, જે તીવ્ર વાવાઝોડામાં ફેરવાય છે અને જ્યારે તે ઠંડી હવા સાથે અથડાય છે, ત્યારે વાવાઝોડું બની જાય છે. તે ગોળાકાર માર્ગમાં આગળ વધે છે.
દક્ષિણ ગોળાર્ધમાં તેને 'ચક્રવાત', ઉત્તરીય ગોળાર્ધમાં 'હરિકેન' અથવા 'ટાયફૂન', મેક્સિકોના અખાતમાં તેને 'ટોર્નેડો' કહેવામાં આવે છે.