• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘નિલોફર’ નલીયાથી 870 કિ.મી દૂરઃ રાજ્યના વાતાવરણમાં પલટો

|

ગાંધીનગર, 29 ઓક્ટોબરઃ અરબી સમુદ્રમાં ઉભી થયેલ નિલોફર વાવાઝોડાની અસરના પગલે અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ રહેતા લોકોમાં કૂતુહલની લાગણી પ્રવર્તી છે. હવામાન વિભાગ દ્વારા નિલોફર વાવાઝોડાની અસર પર નજર રાખવામાં આવી રહી છે, તો બીજી તરફ રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપાતકાલિન બેઠકો બોલવવામાં આવી રહી છે અને આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો અને કેવા પ્રકારની સાવચેતી તથા અગમચેતી પગલાં ભરવા તે અંગેની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી રહી છે.

cyclone-nilofar-naliya-gujarat
હાલ મળતી માહિતી અનુસાર વાવાઝોડાના પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે, તેમજ દરેક સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના જિલ્લા પ્રભારીઓને ફરજ પર હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ વાવાઝોડાની અસર દરમિયાન વિઝિબિલિટી ઓછી રહેવાની શક્યતાઓના પગલે એરપોર્ટ પ્રશાસનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફ અને એનડીએમએની ટૂકડીઓને મોકલી દેવામાં આવી છે.

તાજા અહેવાલ અનુસાર નિલોફર વાવાઝોડું 30 કિ.મી નલીયા તરફ આગળ વધ્યું છે અને હવે માત્ર 870 કિ.મી દૂર છે. દરિયામાં હાલ પવનની ગતિ 165 કિ.મીની છે. નિલોફર વાવાઝોડાની આસપાસ 28 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. વાવાઝોડું પહેલા ઓમાન તરફ ફંટાશે, ત્યારબાદ તે ગુજરાત તરફ આવશે. ગુજરાતના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં તે 1લી નવેમ્બરના રોજ ત્રાટકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાશે

અરબ સમુદ્રમાં વાવાઝોડાની ગતિ 210થી 220 કિ.મી પ્રતિ કલાકની રહે તેવી સંભાવના છે, ગુજરાતમાં સાવચેતીના ભાગરૂપે જે વિસ્તારોમાં વાવઝોડાની અસર થવાની સંભાવનાઓ છે તેવા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લા કલેક્ટર એમએસ પટેલે જણાવ્યા પ્રમાણે આજ સાંજથી કચ્છના કેટલાક વિસ્તારોમાંથી અંદાજે 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. નલીયાના 128 કોસ્ટલ ગામોમાંથી સૌથી વધારે લોકોને ખસેડવામાં આવ્યા છે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં જવા પ્રભારી મંત્રીઓને મુખ્યમંત્રીનું સૂચન

રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યસ્થામાં આપાતકાલિન બેઠક મળી હતી. જેમાં નિલોફર વાવાઝોડાંની પરિસ્થિતિને પહોંચી વળવાની તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ તમામ પ્રભારી મંત્રીઓને વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી દેવામાં આવી છે. જેમાં ગોવિંદભાઇ પટેલને દ્વારકા, બાબુભાઇ બોખિરિયાને પોરબંદર, વસુબેન ત્રિવેદીને જામનગર અને શંકરભાઇ ચૌધરીને કચ્છ જવાનું સૂચન આપવામાં આવ્યું છે. બાબુભાઇ બોખિરિયા કાલ સુધીમાં પોરબંદર પહોંચી જશે. જ્યારે તારાચંદ છેડા અને વિનોદ ચાવડા નલીયા પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છેકે, સમગ્ર જિલ્લામાંથી તોતિંગ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવે અને જો હોર્ડિંગ્સ ઉતારી લેવામાં નહીં આવે તો કડક પગલા ભરવામાં આવશે.

અમરેલીઃ નિલોફરના પગલે બે બોટને નડ્યો અકસ્માત

નિલોફર વાવાઝોડું આવવાના બગલે આપવામાં આવેલી એલર્ટ બાદ પરત ફરી રહેલી બે બોટને અમરેલી દરિયામાં 60 નોટિકલ માઇલના અંતરે અકસ્માત નડ્યો છે. આ બન્ને બોટ એકબીજા સાથે અથડાઇ હતી. જેમાં આઠ ખલાસીઓ સવાર હતા. તેમને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઇ હતી, જેમાંથી ત્રણને બચાવી લેવાયા છે, જ્યારે પાંચ હજુ લાપતા છે અને તેમની શોધખોળનું અભિયાન શરૂ છે.

English summary
Cyclone Nilofar 870 km away from Naliya .Around 30,000 people living along the coastal areas in Kutch district of Gujarat will be evacuated to safer areas from today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more