For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ockhiનું વિકરાળ સ્વરૂપ, આગલા 24 કલાક ગુજરાત પર ભારે

દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ઉત્પાદ સર્જ્યા બાદ સાઇક્લોન ઓખી ગુજરાત તરફ વધી રહ્યું છે. 5 ડિસેમ્બરે મધ્ય રાત્રિ દરમિયાન સાઇક્લોન ઓખી સુરતના સમુદ્ર તટને ડીપ ડિપ્રેશન તરીકે પાર કરશે. આ અંગે વધુ વાંચો

By Shachi
|
Google Oneindia Gujarati News

દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ઉત્પાદ સર્જ્યા બાદ સાઇક્લોન ઓખી ગુજરાત તરફ વધી રહ્યું છે. અનુમાન અનુસાર, 5 ડિસેમ્બરે મધ્ય રાત્રિ દરમિયાન સાઇક્લોન ઓખી સુરતના સમુદ્ર તટને ડીપ ડિપ્રેશન તરીકે પાર કરશે. આ આશંકા હેઠળ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના તટીય વિસ્તારોને અગાઉથી જ ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારોમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ઓખીને અતિ ભીષણ સમુદ્રી ચક્રવાતની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, જ્યારે આ વાવાઝોડું સુરત પાસે પહોંચશે, ત્યાં સુધીમાં તેનું બળ ઓછું પડી જશે અને ડીપ ડિપ્રેશન રહી જશે. આ સમયે પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકથી 70 કિમી સુધીની રહેશે, પરંતુ આવા વાતાવરણમાં કાચા ઘરોને નુકસાન પહોંચી શકે છે.

Cyclone

આ સાથે જ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના તમામ વિસ્તારોમાં 5 ડિસેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 6 ડિસેમ્બરે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાના કેન્દ્રને ધ્યાનમાં રાખતા ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર તટીય વિસ્તારોમાં 4 ડિસેમ્બરની રાતથી લઇને 6 ડિસેમ્બરે સવાર સુધી પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાકની રહેશે. આ વિસ્તારોમાં સમુદ્રમાં ઊંચા-ઊંચા મોજાઓ ઉઠશે, આથી લોકોને સમુદ્ર તટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

English summary
CycloneOckhi expected to hit south Gujarat between night of 4 to 6 December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X