For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરબ સાગરમાં પેદા થયુ ‘હિક્કા' ચક્રવાત, ગુજરાતના તટ પર ફૂંકાશે ઝડપી પવન

અરબ સાગરમાં નીચા દબાણના કારણે પેદા થયેલ ‘હિક્કા' ચક્રવાતના કારણે ગુજરાતના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

અરબ સાગરમાં નીચા દબાણના કારણે પેદા થયેલ 'હિક્કા' ચક્રવાતના કારણે ગુજરાતના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે અમુક દિવસોથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે સોમવારે કહ્યુ કે ખરાબ હવામાનને જોતા માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદ આપતી હવામાન સિસ્ટમ અરબ સાગર પર નીચા દબાણ રૂપે બની હતી. આ સિસ્ટમ પ્રભાવી થઈ ચક્રવાતી તોફાન બની ગયુ છે.

આગામી 12 કલાકમાં રાજ્યના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે

આગામી 12 કલાકમાં રાજ્યના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે

આઈએમડીએ બુલેટિનમાં કહ્યુ, જો કે હિક્કા ગુજરાત તરફ આવવાની સંભાવના નથી પરંતુ આગામી 12 કલાકમાં રાજ્યના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે. રવિવારે સવારે ઉત્તર પૂર્વ અને તેની પાસેની પૂર્વ-મધ્ય અરબ સાગરની ઉપર બનેલા નિમ્ન દબાણના કારણે ચક્રવાતી તોફાન હિક્કા પેદા થઈ ગયુ હતુ. સ્કાઈમેટ અનુસાર હવામાન વિશેષજ્ઞોનું માનવુ છે કે તોફાન ઓમાન તરફ જવા છતાં ગુજરાતમાં અટકી અટકીને વરસાદ થતો રહેશે.

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના

સ્કાઈમેટ મુજબ તોફાન હિક્કા પશ્ચિમ દિશામાં જશે. તેમછતાં ગુજરાત પર આગામી 24થી 48 કલાક સુધી પવનમાં ભેજ ઓછો નહિ થાય જેનાથી રાજ્યના દક્ષિણ અને પૂર્વ ભાગોમાં અટકી અટકીને હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ચક્રવાતી તોફાન હાલમાં અરબ સાગરના ઉત્તર-પૂર્વ અને આની પાસેના મધ્ય-પૂર્વ ભાગો પર છે. આ ક્રમશઃ પશ્ચિમ દિશામાં વધતુ રહેશે. આની આગળ વધવાના કારણે ગુજરાતને તેના પ્રભાવિત થવાનો ખતરો હાલ ટળી ગયો છે.

આ પણ વાંચોઃ શાહરુખની દીકરી સુહાનાએ ગર્લગેંગ સાથે કરી જોરદાર મસ્તી ફોટા વાયરલઆ પણ વાંચોઃ શાહરુખની દીકરી સુહાનાએ ગર્લગેંગ સાથે કરી જોરદાર મસ્તી ફોટા વાયરલ

26 થી 28 વચ્ચે સારો વરસાદ

26 થી 28 વચ્ચે સારો વરસાદ

6 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ વધી જશે. 26થી 28 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં અમુક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. વિશેષ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં થશે. કચ્છમાં ઘણા દિવસોથી સારો વરસાદ થયો નથી. આશા રાખી શકીએ કે 26થી 28 વચ્ચે અહીં પણ સારો વરસાદ થશે.

English summary
Strong winds along the Gujarat coast are likely as a deep depression over the Arabian Sea has intensified into cyclonic storm 'Hikka', the India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X