For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિનોદ જુત્સીએ ઉચ્ચ સ્તરીય ચૂંટણી તૈયારી સમીક્ષા બેઠક યોજી

|
Google Oneindia Gujarati News

anita-karwal-vinod-zushti
અમદાવાદ, 16 ઑક્ટોબર : કેન્દ્રીય ચૂંટણી પંચના ઉપ ચૂંટણી અધિકારી વિનોદ જુત્સીએ ગુજરાતની મુલાકાત લઇને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વિવિધ સ્તરની તૈયારીની સમીક્ષા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું કે રાજ્યમાં ચૂંટણીની જાહેરાતના દિવસથી જ ચૂંટણીની આચાર સંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ માટે દરેક જિલ્લામાં એક મોનિટરિંગ કમિટી રચવામાં આવી છે. જે પેઇડ ન્યુઝ અને ચૂંટણી સંદર્ભમાં મીડિયાની કામગીરી પર નજર રાખે છે. રાજ્યમાં ચૂંટણી દરમિયાન કાળા નાણાંની હેરફેર રોકવા માટે દરેક જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વૉડ ફરી રહી છે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં અધિક ચૂંટણી અધિકારીઓ સંજીવ કુમાર અને મુરલી ક્રિશ્ના પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત દરેક જિલ્લાના કલેક્ટર્સ સાથે સુધારેલી મતદાર યાદી, મતદારોની સંખ્યામાં વધારો અને તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.

જ્યારે મુખ્ય પોલીસ વડા અને જિલ્લા પોલીસ વડા પાસેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ, સુરક્ષા, નાકા બંધી, સંવેદનશીલ મતદાન મથકો અને પોલીસ દળોની જરૂરિયાત સહિતની બાબતોની વિગતો મેળવી જરૂરી નિર્દેશો કર્યા હતા.

ગુજરાતમાં બે તબક્કામાં યોજાનારી ચૂંટણી 13 અને 17 ડિસેમ્બર, 2012ના રોજ યોજાશે. જ્યારે મત ગણતરી 20 ડિસેમ્બર, 2012ના રોજ યોજાશે.

English summary
Deputy Election Commissioner Vinod Zutshi held a high-level review meeting in Gujarat to take stock of preparedness for coming Assembly elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X