For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૃતક ભાનુભાઇના પરિવારજનોએ સ્વીકાર્યા જમીનના કાગળો

પાટણ કલેક્ટર ઓફિસમાં ભાનુભાઇ વણકરના આત્મવિલોપન મામલે સરકારે લેખિતમાં ખાતરી આપ્યા બાદ તેનો તાત્કલાકિ અમલ કર્યો છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

પાટણ કલેક્ટર ઓફિસમાં ભાનુભાઇ વણકરના આત્મવિલોપન મામલે સરકારે લેખિતમાં ખાતરી આપ્યા બાદ તેનો તાત્કલાકિ અમલ કર્યો છે. જેમાં પરિવારજનોએ માંગણી કરી હતી કે ઉંઝા પાસેના દુદખા ગામમાં જે જમીનને લઇને ભાનુભાઈએ લડત શરૂ કરી હતી અને ન્યાય ન મળતા કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપન કર્યું હતું. જોકે તેમના મોત બાદ દબાણમાં આવેલી રૂપાણી સરકારે ભાનુભાઇની જમીનના દસ્તાવેજ આપવાની ખાતરી આપી હતી. તેના ભાગરૂપે દુદખા ગામની જમીનના દસ્તાવેજ આપવા માટે આજે પાટણના અધિક કલેક્ટર દલપતભાઈ ટાંક તેમજ અન્ય સરકારી અધિકારીઓ ભાનુભાઇના ઘરે પહોંચ્યા હતા અને ભાનુભાઇના પત્ની હેમાબહેને જમીનના કાગળો સુપ્રત કર્યા હતા.

dalit andolan

આ સમયે સ્થાનિક દલિત આગેવાનો હાજર રહ્યા હતા અને જમીનના કાગળોની ચકાસણી પણ કરી હતી. જ્યારે ગત રોજ જિલ્લા કલેક્ટર જમીનના કાગળો આપવા પહંચ્યા ત્યારે કાગળોમાં પૂરતી વિગતો ન હવાથી એ કાગળો ભાનુભાઇના પરિવારજનોએ સ્વીકાર્યા નહોતા .જોકે આજે આ કાગળો સ્વીકારી લેતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે.

ઉલ્લેખનીય છે કે ભાનુભાઇએ આત્મવિલોપન કર્યા બાદ તેમની એપોલો હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તે દરમિયાન મોત થતા હોબાળો થયો હતો અને પરિવારજનોએ 53 કલાક સુધી મૃતદેહ સ્વીકાર્યો નહોતો.જોકે રેન્જ આઇજી આર.બી બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓએ લેખિતમાં ખાતરી આપતા મતૃદેહ સ્વીકારી સોમવારના રોજ ઉઁઝા ખાતે ભાનુભાઇના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

English summary
Dalit Andolan: Bhanu bhai family accepted land papers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X