For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દલિત કાર્યકર્તા મૌત મામલે અમદાવાદમાં ભડકી હિંસા

પોલીસે જીગ્નેશ મેવાની અને તેના સાથીઓની અટકાયત કરી. જેના પછી લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો અને જોતજોતામાં અમદાવાદમાં પ્રદર્શન હિંસક થઇ ગયું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ફરી એકવાર દલિત નેતા જીગ્નેશ મેવાની ચર્ચામાં છે. જીગ્નેશ મેવાની અને તેના સાથીઓની રવિવારે ગુજરાત પોલીસે અટકાયત કરી છે. આપણે જણાવી દઈએ કે જીગ્નેશ મેવાની ઘ્વારા આજે પાટણમાં દલિત સામાજિક કાર્યકર્તા ભાનુભાઇ વણકરની મૃત્યુ મામલે વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. જેના માટે જીગ્નેશ મેવાનીએ તેમના કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે તેઓ સારંગપુરમાં બાબા આંબેડકરની પ્રતિમા પાસે ઉભા રહે.

ત્યારપછી તેમના કાર્યકર્તાઓ ઘ્વારા બાબા આંબેડકરની પ્રતિમા સામે લોકોને ભેગા કરવાની કોશિશ કરી. જેના કારણે પોલીસે જીગ્નેશ મેવાની અને તેના સાથીઓની અટકાયત કરી. જેના પછી લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો અને જોતજોતામાં અમદાવાદમાં પ્રદર્શન હિંસક થઇ ગયું. ગુસ્સે થયેલા લોકોએ ગાડીઓમાં આગ લગાવી દીધી. જેના કારણે હિંસા પર કાબુ મેળવવામાં માટે પોલીસે બળનો પ્રયોગ કરવો પડ્યો.

જીગ્નેશ મેવાની ઘ્વારા આંદોલન

જીગ્નેશ મેવાની ઘ્વારા આંદોલન

આખી ઘટના વિશે જીગ્નેશ મેવાની અને તેમના સાથીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમનો વિરોધ અહિંસક હતો. પરંતુ પોલીસ ઘ્વારા જાણીજોઈને સખત પ્રયોગ કરવામાં આવ્યો. જેના માટે પ્રશાશન જવાબદાર છે. આપણે જણાવી દઈએ કે પાટણ જમીન વિવાદમાં દલિત સામાજિક કાર્યકર્તાએ કલેક્ટર ઓફિસ સામે પોતાને આગ લગાવી દીધી હતી. ત્યારપછી તેને ગાંધીનગર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઇ ગયું. ત્યારપછી જીગ્નેશ મેવાની ઘ્વારા તેમના હકમાં આંદોલન ચલાવવાનું નક્કી કયું.

ગાંધીનગરમાં ચક્કાજામ ની ઘટના

ગાંધીનગરમાં ચક્કાજામ ની ઘટના

જીજ્ઞેશ મેવાણીની અટકાયત ની અસર પાટણ, મહેસાણા અને અમદાવાદના કેટલાક વિસ્તારમાં દેખાઈ. ઉંજાં હાઇવે અને ગાંધીનગરમાં દલિત લોકો ઘ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો. જેના કારણે આખરે એસટી વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

કાર અને બાઈકને આગ ચાંપી

કાર અને બાઈકને આગ ચાંપી

જીજ્ઞેશ મેવાણીની અટકાયત થયા પછી લોકો વધારે ગુસ્સે ભરાયા હતા અને તેમને કાર અને બાઈક ને આગ ચાંપીને પોતાનો ગુસ્સો દર્શાવ્યો.

શાંતિપૂર્વક પ્રદર્શન

શાંતિપૂર્વક પ્રદર્શન

જીગ્નેશ મેવાની ના ટ્વિટર એકાઉન્ટ પર ટવિટ કરીને તેમની ટીમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જીગ્નેશ મેવાની અને તેમના સાથીઓને ગાડીમાંથી કાઢી, ગાડીની ચાવી તોડીને ખોટી રીતે અટકાયત કરી છે. પ્રદર્શનકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા પરંતુ પોલીસે તેવું થવા દીધું જ નહીં.

સયુંકત પ્રેસ યોજવામાં આવી

સયુંકત પ્રેસ યોજવામાં આવી

આ બનાવ બાદ અમદાવાદ પોલીસ ના સેક્ટર 1 જેસીપી કે એલ એન રાવ , સેક્ટર 2 જેસીપી અશોક યાદવ, જેસીપી જે કે ભટ્ટ દ્વારા એક સયુંકત પ્રેસ યોજવામાં આવી હતી. જેમાં જે કે ભટ્ટે જણાવ્યું હતું કે અમે દલિત અગ્રણી ઓ સાથે મળી તેમને શાંતિ જાળવવા અપીલ કરી હતી જે તેમને માન્ય રાખી હતી. જેથી કોઈ મોટી ઘટના બની નહોતી.

જીજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસ સાથે ગેરવર્તન

જીજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસ સાથે ગેરવર્તન

વળગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસ સાથે ગેરવર્તન કરવામા આવ્યું હતું. જે કોઈ ધારાસભ્ય ને છાજે એવુ નહોતું . આ બાબતને ગંભીરતાથી લઈ અમે જરૂરી પુરાવા જેમ કે વિડિઓ ક્લિપ, મેસેજિંગ અને બીજા પૂરાવા ભેગા કરી વિધાનસભાના સ્પીકરને જીજ્ઞેશ મેવાણી અંગે ફરિયાદ કરીશુ. કારણકે ધારાસભ્ય નું કામ સ્થિતિ કાબુમાં લેવાનું છે પણ એમને લોકોને ઉશ્કેરવાનું કામ કર્યુ છે. હાલ જીજ્ઞેશ મેવાણી સહિત કુલ 80 જેટલા લોકોની અમે અટકાયત કરી છે અને સાંજે છોડી દેવામાં આવશે.

તારા બાપનું છે ગુજરાત

તારા બાપનું છે ગુજરાત

જીજ્ઞેશ મેવાણીની અટકાયત થયા પછી પોલીસકર્મી સાથે પણ તેની લડાઈ જોવા મળી જેમાં જીજ્ઞેશ મેવાણી એ પોલીસ પર તેની ગાડી ની ચાવી તોડવા નો આરોપ મુક્યો અને કહ્યું કે તારા બાપ નું છે ગુજરાત, તારો બક્કલ નંબર બોલ.

English summary
Dalit leader Jignesh Mewani detained by ahmedabad Police. People angry and violent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X