• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દલિત અત્યાચાર યથાવતઃ દલિત યુવકનું ઢોર માર મારતાં મોત, સરકારે કરી સહાયની જાહેરાત

|

ગુજરાતમાં હજુ પણ દલિત અત્યાચારનો સિલસિલો યથાવત છે. દલિતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. શાપર વેરાવળમાં દલિત યુવકની માર મારીને હત્યા નિપજાવવાની ઘટના સામે આવી છે. શાપર-વેરાવળ ખાતે રાદડીયા ફેકટરી સામે દલિત મુકેશ વાણીયા તેમના પત્ની સાથે ભંગાર વીણતા હતા, આ બાબતે રાદડીયા ફેકટરીના વ્યક્તિઓ સાથે બોલચાલ થતાં ઝઘડો થયો હતો. જે મારામારીમાં પરિણમ્યો હતો. જેમાં દલિત દંપતિને ઢોર મારવામાં આવ્યો હતો. જેમાં મુકેશ વાણીયાનું મૃત્યુ થયું હતું.

રાજ્ય સરકારે કરી 8.25 લાખની સહાય

રાજ્ય સરકારે કરી 8.25 લાખની સહાય

આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. ત્યારે, ગુજરાત સરકાર પણ હરકતમાં આવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત સરકાર દ્વારા મૃતકના પરિવારને રૂ. 8.25 લાખની સરકારી સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલે અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે તેવું આશ્વાસનભર્યુ નિવેદન પણ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું હતું.

આરોપીઓ સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો

આરોપીઓ સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો

ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતુ કે, દરેક સમાજનું અને દરેક નાગરિકનું રક્ષણ કરવું એ અમારી જવાબદારી છે. આ કેસમાં એટ્રોસીટી એક્ટ હેઠળ અને આઇપીસી એક્ટની કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જવાબદારો વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત મૃતકના પરિવારજનોને સહાય પેટે રૂ. 8.25 લાખની ચુકવણી કરવાની જાહેરાત પણ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.

કૉંગ્રેસ પ્રતિનિધિમંડળે મૃતકના પરિવારની લીધી મુલાકાત

કૉંગ્રેસ પ્રતિનિધિમંડળે મૃતકના પરિવારની લીધી મુલાકાત

તો બીજી તરફ વિપક્ષ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ગુજરાત પ્રભારી રાજીવ સાતવજી તેમજ અન્ય કૉંગ્રેસના નેતાઓએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મૃતકના પરિવારજનોને કૉંગ્રેસ પક્ષ તરફથી એક લાખની સહાય પણ આપી હતી. આ ઉપરાંત રાજ્ય સરકાર પાસે મૃતકના પરિવારને પાંચ એકર જમીન આપવા અને મકાન સહાય આપવાની માંગ પણ કરી હતી.

ચોરીના શકમાં કરી હત્યા

ચોરીના શકમાં કરી હત્યા

શાપર-વેરાવળમાં માર મારીને દલિતની હત્યા નિપજાવવાના બનાવમાં સરકારે સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે. શાપર-વેરાવળ ખાતેની ઘટનામાં મૃત્યુ પામનાર મૂકેશભાઇ સવજીભાઇ વાણીયાના પરિવારજનો માટે તાત્કાલિક રુપિયા 8.25 લાખની સહાય મંજૂર કરી છે. તેમણે જણાવ્યું કે શાપર-વેરાવળ ખાતે રાદડીયા ફેકટરી સામે અનુસૂચિત જાતિના મુકેશભાઇ વાણીયા ભંગાર વીણતા હતા, આ બાબતે રાદડીયા ફેકટરીના વ્યક્તિઓ સાથે બોલચાલ થતાં ઝઘડો થયો હતો. જે મારામારીમાં પરિણમ્યો હતો. જેમાં મૂકેશભાઇ સવજીભાઇ વાણીયાનું મૃત્યુ થયું હતું.

આરોપીઓ સામે ઝડપી કાર્યવાહીનો ગૃહપ્રધાનનો આદેશ

આરોપીઓ સામે ઝડપી કાર્યવાહીનો ગૃહપ્રધાનનો આદેશ

આ સમાચાર મળતાં રાજ્ય સરકાર દ્વારા ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઇને સામેથી ત્વરિત કાર્યવાહી કરવા આદેશો આપ્યાં હતાં. જેના કારણે બનાવમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેઓની સામે કાયદાકીય રીતે ઝડપથી કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ભોગ બનનારના વારસદાર તેમના પત્ની ચંપાબેન વાણીયાને 8.25 લાખની સહાય મંજૂર પણ કરી દેવામાં આવી છે. જેમાં 50 ટકા મુજબ 4,12,500 ઉપરાંત અનાજ કઠોળ માટે કુટુંબની ચાર વ્યક્તિઓના રૂ.500 લેખે ત્રણ માસના રૂ.6,000 મંજૂર કરીને રૂ.4,18,500નો ચેક પણ આપવામાં આવ્યો છે. મૃતક મુળ સુરેન્દ્રનગર જિલ્લાના પરનાળા ગામના વતની હતા. પરંતું, રોજગારી માટે રાજકોટમાં રહેતા હતા અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા.

મુખ્યપ્રધાને પણ દિલસોજી પાઠવી

મુખ્યપ્રધાને પણ દિલસોજી પાઠવી

મુખ્યમંત્રી વિજય રૂપાણીઓ પણ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પરિવારજનો પર આવી પડેલ દુ:ખને સહન કરવા દિલસોજી પાઠવી છે. પરિવારને તમામ પ્રકારની મદદ-સહાય પૂરી પાડવા માટે ખાત્રી આપી છે. તેમજ, ગુનેગારો અને ઘટનામાં સંકળાયેલા સાથે કાનુની કાર્યવાહી કરવા ખાતરી આપી છે.

સોશિયલ મીડિયામાં પડ્યા ઘેરા પડઘા

રાજકોટના શાપર વેરાવળમાં આવેલી એક ફેક્ટરીમાં ચોરીના આરોપસર ફેક્ટરીના માલિક દ્વારા એક દલિત દંપતીને માર મારવામાં આવ્યો હતો. જેમાં દલિત યુવકને મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટના અંગેનો વીડિયો દલિત આગેવાન જિગ્નેશ મેવાણી દ્વારા વાયરલ કરાતા મામલો ગરમાયો હતો. આ ઘટનાનો પડઘો રાજ્યભરમાં પડ્યો હતો. સોશિયલ મીડિયામાં પણ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.

English summary
Dalit man killed in rajkot, govenment grants 8.25 lacs to his family, congress leaders meet his family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more