• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

"ડાંગ ધ લિટલ નોન પેરેડાઇઝ ઓફ ઇન્ડિયા'નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

|

ગાંધીનગર: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતના પ્રાકૃતિક વૈવિધ્ય સંપદા ધરાવતા વનવાસી ડાંગ પ્રદેશની વિશેષતાઓ અને સાંસ્કૃતિક પારંપારિક ગાથાને વાચા આપતા પુસ્તક "ડાંગ ધ લિટલ નોન પેરેડાઈઝ ઓફ ઈન્ડિયા''નું ગાંધીનગરમાં વિમોચન કર્યું.

ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ લિ.ના ચેરમેન કમ મેનેજીંગ ડાયરેક્ટર અધિક મુખ્ય સચિવ ડૉ. સુદીપકુમાર નંદા આલેખિત આ કોફી ટેબલ બૂકનું રન્નાદે પ્રકાશને પ્રકાશન કર્યું છે.

આનંદીબહેન પટેલે કુદરતના ખોળે ખુમારી વચ્ચે જીવતા ડાંગના આદિજાતિ બાંધવો -પરિવારોની ગાથા તથા અધ્યાત્મ, આયુર્વેદ, ઈતિહાસ અને સંસ્કૃતિની વિરાસત ધરાવતા દંડકારણ્ય ડાંગ પ્રદેશની વિકાસ યાત્રાને આ પુસ્તકમાં બખૂબી વર્ણવાઈ છે તે માટે અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીએ વનબાંધવોના શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ પેકેજ અને અન્ય સહાય યોજનાઓ તેમજ વનવાસી ક્ષેત્રોમાં વિવિધ વિકાસ કામો- યોજનાઓના મળી રહેલા વ્યાપક સારા પરિણામોની વિસ્તૃત વિગતો આ અવસરે આપી હતી.

પુસ્તકના લેખક ડૉ.નંદાએ પોતાના સનદી સેવાના ગુજરાતમાં કાર્યકાળ દરમિયાન ડાંગ પ્રદેશના જનજીવન- નાગરિકો સાથેના સ્વાનુભવો વર્ણવ્યા હતા.

સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ આ અવસરને વનવાસી સંસ્કૃતિને વિશ્વ સમક્ષ મુકવાનો અવસર ગણાવ્યો હતો. આ અવસરે ડાંગી ભગત - વૈધ, વરિષ્ઠ સચિવશ્રીઓ અને સાહિત્યકારો ઉપસ્થિત રહ્યાં હતા.

English summary
“Dangs: The Little Known Paradise of India” will be released by Hon. Chief Minister of Gujarat State Smt. Anandiben Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X