ધોધા પંથકમાં હુમલો કરનાર દિપડાનો મૃતદેહ મળ્યો
છેલ્લા એક મહિનાથી ધોધા તથા કોળીયાક પંથકમા આતંક મચાવનાર દિપડાનો મૃતદદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ ધોધામાં આવેલ જુના જકાતનાકા પાસે આવેલ સાઈ ફેબ્રીકેશનના દરવાજા બહાર દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેણે ગ્રામજનોમાં ભારે કૂતુહલ ઊભું કર્યું હતું. અને લોકો મોટી સંખ્યામાં આ મૃત દીપડાને જોવા ઉમટી પડ્યા હતા.
ગામ લોકોના કહેવા મુજબ દીપડો સાઈ ફેબ્રીકેશનના સાઈડના ભાગમાં મૃત હાલતમાં મળ્યો હતો. જેથી સંભવ છે કે તેની ત્યુ વીજ કરંટ લાગવાથી થઇ હોય. જો કે આ ઘટના પછી ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણકારી આપવામાં આવી હતી. અને વનવિભાગે દીપડાના મૃતદેહને પોસ્ટમર્ટમ માટે જેસર પાસે આવેલ પ્રાણીઓની હોસ્પિટલ રાણીગાળા ખાતે મોકલી આપ્યો હતો. વન વિભાગે વધુ તપાસ હાથધરી હતી જે મુજબ દીપડો એક વ્યક્તિ પર હુમલો કરી લાઈટના સબ સ્ટેશન પર ચડી જતા કરંટ લગાવથી તેની મોત થઇ છે તેવી પ્રાથમિક જાણકારી મળી છે.