For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અચાનક કીકીયારી સાથે જીવીત થઇ ઉઠી 'મૃત' યુવતી

By Super
|
Google Oneindia Gujarati News

તમે બૉલીવુડ કે હોલીવુડની ફિલ્મો અથવા તો પછી ટીવી સીરીયલ્સમાં જોયું હશે, જેમાં એક મૃત વ્યક્તિને અચાનક જીવીત દર્શાવી દેવામાં આવે છે, અથવા તો તેની અંતિમ ક્રિયા કરવામાં આવતી હોય તે સમયે તે જીવીત થઇ ઉઠે છે, જો કે આ બધુ અત્યારસુધી આપણે ફિલ્મોમાં જોયેલું છે. આ પ્રકારના કિસ્સા હકિકતમાં ભાગ્યે જ બનતા હશે. આવો જ એક કિસ્સો ગુજરાતમાં બન્યો છે, જેમાં એક યુવતીને અંતિમ ક્રિયા માટે લઇ જવામાં આવી રહી હતી, ત્યારે તે જીવીત થઇ ઉઠી હતી.

આ અંગે જાણવા મળેલી માહિતી અનુસાર, આ કિસ્સો વડોદાર જિલ્લાના વાઘોડિયા નગરના ભૂલી તલાવડી વિસ્તારમાં ઘટ્યો છે. આ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવતી ગીતાબેન રાજેશભાઇ વસાવા, જેઓ માતાજીના ભક્ત છે, તેઓ આ વિસ્તારમાં માતાજી તરીકે ઓળખાતા હતા. તેમનું મૃત્યુ 17 ઓક્ટોબરના રોજ થયું હતું. મૃત્યુ બાદ પરિવારજનો અને સગા સંબંધીઓ દ્વારા તેમની અંતિમ વીધી કરવામાં આવી રહી હતી. એ માટે તેમને ચાંદોદ ખાતે લઇ જવામાં આવ્યા હતા. વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.(તસવીરો- હસન ખત્રી)

અંતિમ ક્રિયા દરમિયાન જીવત થઇ ઉઠી યુવતી

અંતિમ ક્રિયા દરમિયાન જીવત થઇ ઉઠી યુવતી

એક કિસ્સો ગુજરાતમાં બન્યો છે, જેમાં એક યુવતીને અંતિમ ક્રિયા માટે લઇ જવામાં આવી રહી હતી, ત્યારે તે જીવીત થઇ ઉઠી હતી.

ગીતાબેન કીકીયારી પાડી બેઠા થઇ ગયા

ગીતાબેન કીકીયારી પાડી બેઠા થઇ ગયા

બીજા દિવસે એટલે કે 18 ઓક્ટોબરના રોજ તેઓ સવારે 11 વાગ્યે ચાંદોદ પહોંચ્યા, ત્યારે તેમના નજીકના સંબંધી તેમનું અંતિમ વખત મો જોવા ગયા હતા, જ્યાં તેમણે આ 25 વર્ષીય યુવતીના ચહેરા પર હાસ્ય અને શરીરમાં હલનચલન જોયું હતું અને આ સંબંધી કંઇ સમજે તે પહેલા જ ગીતાબેન કીકીયારી પાડી બેઠા થઇ ગયા હતા, આ અંતિમ યાત્રામાં એકત્રીત થયેલા લોકો અચંબામાં મુકાઇ ગયા હતા.

ખાતરી કરવા પ્રશ્નો પૂછ્યા

ખાતરી કરવા પ્રશ્નો પૂછ્યા

જો કે, એક પ્રશ્ન લોકોને સતત મુંઝાવી રહ્યો હતો કે શું ખરેખર તેઓ જીવીત છે કે નહીં. જેની ખાતરી કરવા માટે તેમના પરિવારજનોએ તેમને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જેની ખાતરી થયા બાદ સાબિત થયું હતું કે, ગીતાબેન જીવીત છે.

 લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયુ

લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયુ

મૃત્યુના 18 કલાક બાદ પુનઃજીવીત થતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયુ હતુ અને લોકોના ટોળે ટોળા તેમને નીહાળવા ઉમટી પડ્યા હતા. ગીતાબેનને પુનઃ ઘરે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવારજનો અને સગા સંબંધીઓએ તેમને કંકુ ચાંદલા અને ફુલહાર કરી પૂજા અર્ચના કરી હતી.

ડોક્ટરને દર્શાવ્યા વગર મૃત જાહેર

ડોક્ટરને દર્શાવ્યા વગર મૃત જાહેર

નોંધનીય છે કે, ગીતાબેનની આર્થિક સ્થિતિ ખરાબ હતી અને તેમના ફેફસા ખરાબ થઇ ગયા હતા. 17મી તારીખે તેમને ફેફસામાં દુઃખાવો થયા બાદ તેમનું શરીર ઠંડુ પડી ગયું હતું. જેથી કોઇપણ ડોક્ટરને દર્શાવ્યા વગર તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા અને અંતિમ વિધિ માટે ચાંદોદ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ફરીથી જીવીત થઇ ઉઠ્યા હતા.

English summary
dead woman alive in cremation at dabhoi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X