• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડીસા રૂરલ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

|
Google Oneindia Gujarati News

એક તરફ રાજ્યમાં દારૂબંધી છે તો બીજી તરફ જમીની હકીકત કઈંક જુદી છે. રાજ્યનો કોઈ ખુણો કદાચ એવો ન હોય જ્યા દારૂ ન પહોંચતો હોય. દારૂબંધીની આ વાતો વચ્ચે બનાસાકાંઠાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબી પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો છે.

ડીસા એલસીબી પોલીસને બાતમી મળતા એક કાર ચાલકની તપાસ કરતા તેની પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 95 બોટલ મળી આવી હતી. પોલીસે કાર સહિત 6.60 લાખનો મુદ્દામાલ ઝડપી કાર ચાલકની અટકાયત કરી હતી.

ઉલ્લેખનિય છે કે બનાસકાંઠા સહિતના સરહદી વિસ્તારોમાંથી દારૂ રાજ્યના અન્ય વિસ્તારોમાં ઘુસાડાય છે. આ પહેલો કિસ્સો નથી કે એ વિસ્તારમાંથી દારૂ ઝડપાયો હોય. હાલ પોલીસે કાર ચાલકને ઝડપી પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રાજ્યમા દિવસે દિવસે દારૂ પકડાવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર આ બાબતે સખત કાર્યવાહી હાથ ધરે છે. હાલ તો મોટી મોટી વાતો વચ્ચે રાજ્યમાં સતત દારૂ પકડાઈ રહ્યો છે.

English summary
Deesa Rural Police seized liquor from the rural area
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X