For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'PM સર, આખા દેશની સ્કૂલો 5 વર્ષમાં ઠીક થઈ શકે છે, પાર્ટીની વાત છોડો, મળીને કામ કરીએને', કેજરીવાલે પીએમ મોદીને

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પછી એક ઘણા ટ્વિટ કરીને પીએમ મોદીના ગુજરાતમાં એક સ્કૂલની મુલાકાત પર ટિપ્પણી કરી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતની આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ અને આમ આદમી પાર્ટી એકબીજા પર નિશાન સાધવાનો એક પણ મોકો નથી ચૂકતી. હાલમાં પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી એ ગુજરાતની એક સ્કૂલની મુલાકાત લીધી. જેના પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પછી એક ઘણા ટ્વિટ કરીને ટિપ્પણી કરી છે. આના દ્વારા તેમણે દિલ્લી સરકારના શિક્ષણ મૉડલની પ્રશંસા કરીને પ્રધાનમંત્રી મોદીને એક ઑફર આપી છે.

'તમામ સરકારો સાથે મળીને માત્ર 5 વર્ષમાં...'

'તમામ સરકારો સાથે મળીને માત્ર 5 વર્ષમાં...'

અરવિંદ કેજરીવાલે પોતાના પહેલા ટ્વીટમાં કહ્યુ કે, 'હું ખૂબ જ ખુશ છુ કે આજે દેશના તમામ પક્ષો અને નેતાઓએ શિક્ષણ અને શાળાઓ વિશે વાત કરવી પડે છે. આ અમારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. હું આશા રાખુ છુ કે માત્ર ચૂંટણી દરમિયાન શિક્ષણને યાદ ના કરો. તમામ સરકારો સાથે મળીને માત્ર 5 વર્ષમાં તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી શકીએ છીએ.'

 'પીએમ સર, મળીને કરીએને. દેશ માટે...'

'પીએમ સર, મળીને કરીએને. દેશ માટે...'

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગળ કહ્યુ, 'પીએમ સર, અમે દિલ્લીમાં શિક્ષણ ક્ષેત્રે ઘણુ સારુ કામ કર્યુ છે. 5 વર્ષમાં દિલ્લીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આખા દેશની શાળાઓ 5 વર્ષમાં ઠીક થઈ શકે છે. અમને અનુભવ છે. પ્લીઝ, તમે આ માટે અમારો પૂરો ઉપયોગ કરો. મળીને કરીએને. દેશ માટે.'અરવિંદ કેજરીવાલે તેમના આગામી ટ્વીટમાં કહ્યુ, 'આપણે સહુએ સાથે મળીને દેશને આગળ લઈ જવાનો છે. દેશની વાત આવે ત્યારે પાર્ટીની વાત છોડીને આપણે સાથે મળીને કામ કરવુ પડશે. તો જ ભારત આગળ વધશે.'

મનીષ સિસોદિયાએ કર્યો કટાક્ષ

મનીષ સિસોદિયાએ કર્યો કટાક્ષ

દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. મનીષ સિસોદિયાએ પોતાના ટ્વિટમાં કહ્યુ કે, 'મોદીજી આજે પહેલીવાર ગુજરાતના બાળકો સાથે શાળામાં જઈને બેઠા. જો તેની શરૂઆત 27 વર્ષ પહેલા થઈ હોત તો આજે ગુજરાતના શહેરથી લઈને ગામડા સુધીના દરેક બાળકને અદ્ભુત શિક્ષણ મળતુ હોત. દિલ્લીમાં 5 વર્ષમાં થઈ શકે છે તો ગુજરાતમાં તો 27 વર્ષથી ભાજપની સરકાર છે.'

'ભાજપના 27 વર્ષના શાસનમાં ગુજરાતની સરકારી શાળાઓની હાલત...'

'ભાજપના 27 વર્ષના શાસનમાં ગુજરાતની સરકારી શાળાઓની હાલત...'

મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, 'ભાજપના 27 વર્ષના શાસનમાં ગુજરાતની સરકારી શાળાઓની હાલત આ છે, 48,000 શાળાઓમાંથી 32,000 જર્જરિત હાલતમાં છે, આમાંથી પણ 18,000 શાળાઓમાં ઓરડા પણ નથી, શિક્ષકો નથી, એક કરોડ બાળકોમાંથી મોટાભાગનાનુ ભવિષ્ય અંધકારમય છે આ સ્કૂલોમાં.'

English summary
Delhi CM Arvind Kejriwal's Offer to PM Narendra Modi on his Gujarat school visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X