• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિજય રૂપાણીની ખાતા ફાળવણી; મોટું મોટું બધુ મારું બાકીનું તમારું!

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના વિવિધ મંત્રીઓને ખાતા ફાળવણી કરી દીધી છે. તેમને જે રીતે ખાતા ફાળવણી કરી છે તે જોતા સ્પષ્ટ લાગે છે કે તમામ મોટા ખાતા તેમણે પોતાના તાબામાં રાખ્યા છે. જે સ્પષ્ટ બતાવે છે કે આવનારા સમયમાં વિજય રૂપાણી કોઇ પણ રીતની ચૂક ન થાય તેની ખાસ ખાતરી રાખી રહ્યા છે. આ જ કારણ હતું કે મુખ્યમંત્રી બન્યા પહેલા વિજય રૂપાણીએ સરદાર પટેલથી લઇને બાબા સાહેબ આંબેડકરને તમામને મનથી યાદ કરીને પુષ્પાજંલિ અર્પી હતી. કારણ કે આવનારા સમયમાં તેમને આ તમામ મોટા નેતાઓના આશીર્વાદની તાતી જરૂર છે.

ત્યારે વિજય રૂપાણીએ ખાતાના કેવા ભાગલા પાડ્યા છે અને કોને શું મળ્યું છે તે વિષે જાણો નીચે....

વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ પોતાની પાસે મોટા ભાગના ખાતા રાખ્યા છે. રૂપાણી પાસે સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, ઉદ્યોગ, ગૃહ, ખાણ ખનિજ, બંદરો, માહિતી પ્રસારણ, સાયન્સ અને ટેકનોલોજી, તમામ નીતિઓ, ક્લાઈમેટ ચેન્જ, આયોજન, કોઈ મંત્રીઓને ન ફાળવી હોય તેવી તમામ બાબતોની જવાબદારી સ્વાકારી છે.

શું 2017 સુધી "ભરતની" જેમ વિજય રૂપાણી ગાદી સાચવી, શાહને આપશે?

નીતિનભાઇ પટેલ- નાયબ મુખ્યમંત્રી
નીતિન પટેલને પણ મહત્વના ખાતા સોંપવામાં આવ્યા છે. તેમને નાણા, શહેરી વિકાસ-શહેરી ગૃહ નિર્માણ, માર્ગ,મકાન, પાટનગર યોજના,નર્મદા, કલ્પસર, પેટ્રોકેમિકલ્સ ખાતાની સોંપણી કરવામાં આવી છે.

nitin patel

કેબિનેટ કક્ષાના મંત્રીઓની ખાતા ફાળવણી:

દિલીપ ઠાકોર
શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ

ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા
મહેસૂલ, શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ,વૈધાનિક અને સંસદીય બાબતો

આત્મરામ પરમાર
સામાજિક ન્યાય અને અધિકારિતા (અનુસૂચિત જાતિઓનું કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત), મહિલા, બાળ ક્લ્યાણ

ગણપત વસાવા
વસાવાને આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન ખાતાની ફાળવણી કરવામાં આવી છે.

બાબુભાઇ બોખીરીયા
બાબુભાઇને પાણી પુરવઠો, પશુપાલન અને ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, નાગરિક ઉડ્ડયન, મીઠાં ઉદ્યોગની જવાબદારી સોંપવામાં આવી છે.

જયેશ રાદડીયા
રાદડીયાને અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, કુટિર ઉદ્યોગ, છાપકામ, લેખનની જવાબદારી સોંપાઇ છે.

ચીમનભાઈ સાપરિયા
કૃષિ, ઊર્જા જેવા મહત્વના ખાતા સોંપવામાં આવ્યા છે.

રાજ્ય કક્ષાના મંત્રીઓની ખાતા ફાણવણી:

શંકરભાઇ ચૌધરી
ચૌધરીને આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, પર્યાવરણ, વિકાસ ખાતું સોંપવામાં આવ્યું છે.

પ્રદીપસિંહ જાડેજા
પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન, સ્વૈચ્છિક સંસ્થા સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને ગૃહ, ઉર્જા

જયંતિભાઈ કવાડિયા
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ,ગ્રામ વિકાસ વિભાગ(સ્વતંત્ર હવાલો)

નાનુભાઇ વાનાણી
જળસંપત્તિ (સ્વતંત્ર હવાલો), પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ

પરષોત્તમભાઇ સોલંકી
પરષોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ સોંપવામાં આવ્યો છે.

જશાભાઇ બારડ
પાણી પુરવઠા, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉદ્યોગ

બચુભાઇ ખાબડ
પશુપાલન, ગૌસંવર્ધનના ખાતાની સોંપણી કરવામાં આવી છે.

જયદ્રથસિંહજી પરમાર
માર્ગ-મકાન અને ઉચ્ચ ટેકનિકલના ખાતાની સોંપણી કરવામાં આવી છે.

ઈશ્વરસિંહ પટેલ: સહકાર (સ્વતંત્ર હવાલો)
વલ્લભભાઈ કાકડિયા
વાહન વ્યવહાર (સ્વતંત્ર હવાલો)
રાજેન્દ્ર ત્રિવેદી
રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ (સ્વતંત્ર હવાલો)
કેશાજી ચૌહાણ
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ
રોહિત પટેલ
ઉદ્યોગ, ખાણ ખનિજ, નાણાના ખાતાની સોંપણી કરવામાં આવી છે.

વલ્લભભાઈ વઘાસિયા
કૃષિ અને શહેરી ગૃહ નિર્માણના ખાતાની સોંપણી કરવામાં આવી છે.

નિર્મલાબેન વાઘવાણી
મહિલા અને બાળ કલ્યાણના ખાતાની સોંપણી કરવામાં આવી છે.

શબ્દશરણ તડવી
વન અને આદિજાતી વિકાસના ખાતાની સોંપણી કરવામાં આવી છે.

English summary
Detailed information about the allocated portfolios to ministers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X