For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોલેરા ખાતે ભારતના સૌ પ્રથમ Smart Cityના વિકાસની કામગીરી શરૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 3 જાન્યુઆરી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના આધુનિક અને અસરકારક શહેરી આયોજનના સપનાંને સાકાર કરવા દેશમાં 100 સ્માર્ટ સીટીના નિર્માણ માટે સંકલ્પ લીધો છે. આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતે શ્રેષ્ઠ યોગદાન આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના 100 સ્માર્ટ સીટીના વિઝનને સાકાર કરવા ગતીશીલ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતે ધોલેરા ખાતે ભારતના સૌ પ્રથમ સ્માર્ટ સીટીના વિકાસની કામગીરી શરૂ કરી છે એટલું જ નહીં આગામી વાયબ્રન્ટ સમીટમાં ‘સ્માર્ટ સીટી ફોર નેક્સ્ટ જનરેશન' વિષયક સેમીનારમાં ઉપર વિશ્વભરના તજજ્ઞો વિચાર વિમર્શ કરશે.

કેનેડા, સ્વિડન અને નેધરલેન્ડે પાર્ટનર કન્ટ્રી તરીકે આ કાર્યક્રમને સહયોગ આપશે. જ્યારે યુએન હેબીટેટ ઉપરાંત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિસ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, કેનેડા- ઈન્ડિયા બિઝનેસ એક્સચેન્જ, ગુડ ગવર્નન્સ ફાઉન્ડેશન, ઈન્ડ઼ો-કેનેડિયન બિઝનેસ ચેમ્બર અને આઈસીએલઈઆઈ પાર્ટનર ઓર્ગેનાઈઝેશન રહેશે. આ સેમિનારમાં મુખ્યત્વે ડૉ. કુલવંતસિંઘ (યુએન હેબીતાત વર્લ્ડ અર્બન કેમ્પેઇનના ચેરમેન અને ઇનચાર્જ), ફ્લેમિંગ બોરેસ્કોવ (ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર હાઉસિંગ એન્ડ પ્લાનિંગ-ડેન્માર્કના પ્રેસિડેન્ટ), રુજર-દ-બ્રુઇન (નેક્સનોવુસ-નેધરલેન્ડના સીઇઓ) અને સ્ટિફન સી બેટ્ટી (કેપીએમજી અમેરિકા-કેનેડાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્લોબલ હેડ) મુખ્ય વક્તાઓ હશે.

dholera-smart-city

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી આયોજન અને વ્યવસ્થાપન બાબતે શ્રેષ્ઠ અભિગમ અપનાવવાનો છે, જેનાથી ભારત આધુનિક અને અસરકારક શહેરી આયોજન તરફ આગળ વધી શકે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં શહેરીકરણ અને જનસંખ્યામાં સતત વૃદ્ધિ થઈ રહી છે. દરેક નાગરિકની જરૂરિયાતોને પહોંચી વળવા અને શહેરી આયોજનને વધુ અસરકારક બનાવવા માટે સાતત્યપૂર્ણ ઉકેલ લાવવા ખૂબજ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશભરમાં 100 સ્માર્ટ સિટીના વિકાસની જાહેરાત કરી હતી.

ઉપસ્થિત રહેનારા તજજ્ઞો

પીટર વૂડ્ઝ એમ્બેસેડર, ઓસ્ટ્રેલિયા
ફ્લેમિંગ બોરેસ્કોવ પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર હાઉસિંગ એન્ડ પ્લાનિંગ-ડેન્માર્ક
સ્ટિફન સી બેટ્ટી (કેપીએમજી અમેરિકા-કેનેડાના ગ્લોબલ હેડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર
રુજર-દ-બ્રુઇન સીઇઓ, નેક્ષસ નોવસ, નેધરલેન્ડ
કુલવંત સિંગ યુએન હેબીટેટ ચેરમેન
અનુરાધા રામાસ્વામી પ્રોફેસર-સાયન્સ એન્ડ ટેક. યુનિવર્સિટી ઓફ મિનેસોટા
તેલન કુમાર સીઇઓ અને એમડી, ડીએમઆઇસી ડેવ. કોર્પો. લિ.
જોહ્ન જંગ સીઇઓ, કેનેડા ટેકનોલોજી ટ્રાયએન્ગલ
કે. અનન્થક્રિષ્નન સીઇઓ, ટાટા કન્સલ્ટન્સી
એન્ડ્રુ સ્ટીઅર સીઇઓ, ડબ્લ્યુઆરઆઇ
ડી. આર. ડોગરા એમ ડી અને સીઇઓ, કેર રેટીંગ, ઇન્ડિયા

મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, આજે ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શહેરીકરણનું પ્રમાણ ઘણું ઊંચું છે અને રાજ્ય આ ક્ષેત્રે સર્જાયેલા પડકારોનો ઉકેલ લાવવા બાબતે આગેવાની લેવા સજ્જ બની રહ્યું છે અને તેના ભાગરૂપે ધોલેરા ખાતે ભારતના સૌપ્રથમ સ્માર્ટ સિટીના વિકાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા દર બે વર્ષે આયોજીત વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આ ક્ષેત્ર સંબંધિત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ૧૧-૧૩ જાન્યુઆરી ના રોજ યોજાનારી વાયબ્રન્ટ સમિટ દરમિયાન ૧૨મી જાન્યુઆરીના રોજ સ્માર્ટ સિટી ફોર નેક્સટ જનરેશન વિષય ઉપર ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનારમાં ઝડપી શહેરીકરણ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટેના પગલાં તેમજ હાઉસિંગ, વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ, ઈન્ટિગ્રેટેડ મોબિલિટી સહિતના નવીન ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમમાં ભારત સરકારના મંત્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે કેટલાક દેશના પ્રતિનિધિઓ ઉપરાંત ભારતના ૩૦૦ શહેરો અને નગરોના પ્રતિનિધિઓ, સરકારના સચિવો, મેયર અને મ્યુનિસિપલ કમિશનર્સ, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને વિકાસ સત્તા મંડળ, હાઉસિંગ અને સિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એજન્સીઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિત ધારકો સહિતના પ્રતિનિધિઓ તેમજ અન્ય પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

New layer...
English summary
Our Prime Minister Mr. Narendra Modi has desired to build 100 Smart Cities in the country to fulfill the dream of modern and effective urban planning in the nation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X