For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાકોરના ઠાકોર સાથે ફૂલડોલની હોળી ખેલશે ભક્તો

|
Google Oneindia Gujarati News

dakor-ranchodaji
ડાકોર, 22 માર્ચ : ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના મંદિરે દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ ફાગણી હોળી પૂનમના દિવસે ધાર્મિક મેળો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં રાજ્ય અને રાજ્ય બહારથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ તેમ જ પદયાત્રાળુઓ આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ડાકોરના ઠાકોરના ભક્તો તેમની સાથે હોળી રમવા આવી પહોંચશે એવું વ્યવસ્થાપકોનું માનવું છે.

આ વર્ષે તારીખ 26 અને 27 માર્ચના રોજ ફાગણી હોળી પૂનમનો મેળો તથા ફુલડોલની ઉજવણી કરવામાં આવશે. આ મેળામાં આવતા પદયાત્રીઓ, શ્રધ્ધાળું અને સંઘ લઈને આવતા ભક્તજનો માટે પીવાના પાણી, આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે એમ્બ્યુલન્સ સાથે છ જેટલી ટીમો ડાકોર નગરમાં, ઉપરાંત યાત્રાના માર્ગો ઉપર સેવા પૂરી પાડશે. તેમ જ સલામતી વ્યવસ્થા, ટ્રાફિકની વ્યવસ્થા, જાહેર વ્યવસ્થા જાળવવા માટે 24 પોલીસ સહાયતા કેન્દ્રો ઉપરાંત પોલીસના જવાનો મોટરસાયકલ પર સતત પેટ્રોલીંગ કરશે.

આ સમગ્ર આયોજન માટેની બેઠક જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં પીવાના પાણીની સુવિધા, સેનીટેશન, પુરતા પ્રમાણમાં લાઈટની વ્યવસ્થા,નગરની સાફ સફાઈ, પાણીનું કલોરીનેશન તેમ જ શ્રધ્ધાળુઓ માટે આવન જાવન તેમજ દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર આયોજન 23મી માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત ડાકોર નગરમાં આવતા શ્રધ્ધાળુઓને આયોજન અંગે માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે નગરપાલિકા ડાકોર દ્વારા છ જગ્યાઓએ માહિતી કેન્દ્રો શરૂ કરાશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે.

English summary
Devotees will play holi with Ranchodji at Dakor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X