• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વણઝારાના રાજીનામા પત્રમાં મોદી અને અમિત શાહ પર ગંભીર આરોપો

|

અમદાવાદ, 3 સપ્ટેમ્બર : ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા અને હાલ સાબરમતી જેલમાં કેદ ડીઆઇજી (અન્‍ડર સસ્‍પેન્‍સન) ડી જી વણઝારાએ એક મહત્વના ઘટનાક્રમમાં આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધું છે. આ સાથે તેમણે ગુજરાત સરકારના ગૃહ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરીને 10 પાનાનો એક સ્‍ફોટક પત્ર લખ્‍યો છે. આ પત્રમાં તેમણે ગુજરાત સરકાર અને પૂર્વ ગૃહ રાજ્‍યમંત્રી અમિત શાહ સામે ભારે નારાજગી વ્‍યક્‍ત કરી છે. તેમણે પોતાના પત્રમાં મુખ્‍યમંત્રી નરેન્દ્ર મોદી ઉપર પણ આડકતરો પ્રહાર કર્યો છે. આગળ વાંચો વણઝારાએ પત્રમાં કેવા ગંભીર આરોપો મૂક્યા છે...

10 Page: આ તસવીરોમાં જુઓ ડીજી વણજારાનો પત્ર

એન્કાઉન્ટર મુદ્દે આરોપો

એન્કાઉન્ટર મુદ્દે આરોપો

ડી જી વણઝારાએ ગુજરાત સરકારના ગૃહ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરીને 10 પાનાનો એક સ્‍ફોટક પત્ર લખ્‍યો છે. આ પત્રમાં તેમણે ગુજરાત સરકાર, નરેન્દ્ર મોદી અને પૂર્વ ગૃહ રાજ્‍યમંત્રી અમિત શાહ સામે ભારે નારાજગી વ્‍યક્‍ત કરી છે. તેમણે પોતાના પત્રમાં મુખ્‍યમંત્રી મોદી ઉપર પણ આડકતરો પ્રહાર કર્યો છે.

પત્રમાં બળાપો કાઢ્યો

પત્રમાં બળાપો કાઢ્યો

સસ્‍પેન્‍ડેડ ડીઆઇજી વણઝારાએ પત્રમાં કેટલાક ચોંકાવનારા ખૂલાસાઓ કર્યા છે અને જણાવ્‍યું છે કે ભુતકાળમાં જ્‍યારે પણ સરકાર આફતમાં આવી હતી ત્‍યારે અમે સરકાર સામે ઢાલ બનીને ઉભા રહ્યા હતાં. પરંતુ મને લાગે છે કે સરકારે અમને બચાવવાના કોઇ પ્રયાસ નથી કર્યા. સરકારે મને મારા અને મારા ઓફિસરોને જેલમાં જ રહે તેવા પ્રયાસો કર્યા છે. કે જેથી સરકાર પોતે સીબીઆઇના ગાળીયામાં બચી શકે અને તે રાજકીય લાભ લઇ શકે.

ગુજરાત સરકારનું વલણ અન્યાયી

ગુજરાત સરકારનું વલણ અન્યાયી

વણઝારાએ પત્રમાં જણાવ્‍યું છે કે અમારી સામેની કાર્યવાહી વખત સરકાર મૌન હતી પરંતુ જ્‍યારે અમિત શાહની સીબીઆઇએ ધરપકડ કરી ત્‍યારે ગુજરાત સરકારે વાઇબ્રન્‍ટ અને ધડાધડ પગલા લીધા. અમિત શાહને બચાવવા માટે સરકારે રામ જેઠમલાણીને પણ રોક્‍યા. સરકાર સુપ્રીમ કોર્ટ સુધી પણ લડી અને ૩ મહિનામાં જ તેમને છોડાવી લીધા. હું, રાજકુમાર પાંડિયન અને દિનેશ એમએન જ્‍યારે સીઆઇડી ક્રાઇમનો ભોગ બન્‍યા ત્‍યારે સરકારે અમને કોઇ કાનૂની સહાય ન કરી. સરકારે અમારા પરિવારની પણ રક્ષા ન કરી.

હું અને મારા સાથીઓ છેતરાયા

હું અને મારા સાથીઓ છેતરાયા

વણઝારાએ પત્રમાં વધુમાં જણાવ્‍યું છે કે, અનેક એવા ઘટનાક્રમો બન્‍યા છે જેનાથી હું અને મારા ઓફિસરો છેતરાયાની લાગણી અનુભવીએ છીએ. આ સરકાર ઉપર વિશ્વાસ રાખવો હવે અમારા માટે કોઇ કારણ નથી રહ્યું.

સરકારની નીતિ ભાગલા પાડો અને રાજ કરો

સરકારની નીતિ ભાગલા પાડો અને રાજ કરો

અમિત શાહ જ્‍યારે ગૃહ રાજ્‍યમંત્રી હતા ત્‍યારે પોલીસ જેવા સંવેદનશીલ વિભાગમાં સંપૂર્ણપણે મિસ મેનેજમેન્‍ટ ચલાવી લેતા હતાં. સરકારની નીતિ ભાગલા પાડો અને શાસન કરો જેવી રહી છે.

ન્યાયની આશા ઠગારી નીવડી

ન્યાયની આશા ઠગારી નીવડી

તેમણે કહ્યું કે મેં છ વર્ષ સુધી મૌન ધારણ કર્યુ અને મને સરકાર ન્‍યાય આપશે તેવી આશા રાખી હતી પરંતુ હું નિરાશ થયો છું. મેં અને મારા ઓફિસરોએ ગુજરાતને ગોધરાકાંડ પછી બીજું કાશ્‍મીર બનતા રોક્‍યું હતું.

અમને ખોટા ફસાવાયા છે

અમને ખોટા ફસાવાયા છે

વણઝારાએ લખ્યું છે કે ગુજરાત જ્યારે જેહાદી ત્રાસવાદનો ભોગ બન્‍યુ હતું ત્‍યારે અમે સરકાર અને લોકોની રક્ષા કરી હતી. તેના બદલામાં અમને સરકારે એન્‍કાઉન્‍ટરના ખોટા કેસમાં ફસાવી દીધી છે.

અમિત શાહની પકડમાં છે મોદી

અમિત શાહની પકડમાં છે મોદી

ડીજી વણઝારાએ વધુમાં જણાવ્‍યું છે કે મેં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી ઉપર ભરોસો રાખી અને અત્‍યાર સુધી મૌન રાખ્‍યુ હતું. હું તેમની ભગવાનની જેમ પુજા કરતો હતો. પરંતુ હવે મારે ખેદજનક રીતે કહેવું પડે છે કે તેઓ અમિતભાઇ શાહની વગમાંથી બહાર આવી શક્‍યા નથી.

અમિત શાહ સરકાર ચલાવતા હતા

અમિત શાહ સરકાર ચલાવતા હતા

અમિત શાહની વહીવટી તંત્ર ઉપર એવી પકડ હતી કે તેઓ ગુજરાત સરકાર પ્રોક્‍સી રીતે ચલાવી રહ્યા હતાં.

બલિદાન આપવા તૈયાર

બલિદાન આપવા તૈયાર

પત્રના અંતે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપતા કહ્યું છે કે મેં મારી જિંદગીના સાત વર્ષ ગુજરાત અને મહારાષ્‍ટ્રની જેલમાં કાઢયા છે. હું બલિદાન આપવા પણ તૈયાર છું.

English summary
DG Vanzara blaming Amit Shah and Modi for encounters in resignation letter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X