Dhari Assembly By Election Result Live Update: ધારીમાં કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી
- ધારીમાં ભાજપના ઉમેદવાર જે વી કાકડિયા જીત્યા.
- ધારીમાં કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી
- ધારીમાં ભાજપના જેવી કાકડિયા જીત તરફ આગળ વધી રહ્યા છે.
- ધારીમાં કુલ 29માંથી 16 રાઉન્ડની ગણતરી પૂરી. 16 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જે વી કાકડિયા 8926 મતોથી આગળ.
- મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ કમલમ પહોંચ્યા. લોકોમાં ઉત્સાહ. દિવાળી જેવો માહોલ.
- ધારી સીટ પર ભાજપના ઉમેદવાર કાકડીયા જેવી આગળ
ગુજરાતની આઠ વિધાનસભા ચૂંટણી પર લેવાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આજે ધારી વિધાનસભા સીટ સહિત ગુજરાતની આઠ સીટ પર મતગણતરી થઈ રહી છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2020 સાથે ધારી વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામની સાથે જ આજે પેટાચૂંટણીના પરિણામ પણ જાહેર થઈ રહ્યાં છે. લાઈવ અપડેટ માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો
જણાવી દઈએ કે ધારી સીટ પર કુલ 11 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા હતા. ભાજપ તરફતી કાકાડિયા જેવી, કોંગ્રેસ તરફથી સુરેશ મનુબાઈ કોટડિયા,, રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટી તરફથી અઘેરા કનુબાઈ સાવાશિભાઈ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી તરફથી ભુપતભાઈ ઉનાવા અને યુવા જન જાગૃતિ પાર્ટી તરફતી કપિલબાઈ કાળુબાઈ વેગડાને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે, અપક્ષ ઉમેદવારોમાં ઈમરાન બાઈ વાલીભાઈ પરમાર, ઠુમર પિયુષકુમાર બાબુભાઈ, પ્રવિણભાઈ ગેડિયા, બવકુભાઈ વાળા, મેહતા નંદન કાલિદાસ અને માધાદ રામજીભાઈ ભિખાભાઈ સામેલ છે.